Monday, November 23, 2020
Home Saurashtra News ઝાલાવાડ ની જીવાદોરી - ધોળીધજા ડેમના લેખા જોખા

ઝાલાવાડ ની જીવાદોરી – ધોળીધજા ડેમના લેખા જોખા

સુરેન્દ્રનગર શહેરમાં સ્થિત ધોળીધજા ડેમ (Dholidhaja Dam), જે એકરીતે જોવાજાઓ તો શહેર પોતે અને તેની આસપાસ નાં ગામ માં વસવાટ કરતા લાખો લોકો ની જીવાદોરી સમાન છે. ધોળીધજા ડેમ નું સંચાલન સંયુક્ત સુરેન્દ્રનગર – દુધરેજ નગરપાલિકા (Surendranagar – Dudhrej Nagarpalika) ને હસ્તક આવે છે. પરંતુ જ્યારથી સરદાર સરોવર કેનાલ નું કામ પૂર્ણ થયું અને નર્મદા ના નીર ખળખળ વહેતા સુરેન્દ્રનગર મુકામે પહોંચ્યા ત્યારથી થોડું ઘણું સંચાલન સરદાર સરોવર નિગમ, ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે.

શું તમે જાણો છોકે ધોળીધજા ડેમ નું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ? જીહા મિત્રો અમારી સાથે બન્યા રહો અમે આજે આપને એવી એવી માહિતીઓ આપવા જઈ રહ્યા છીએ કે જેને તમે ક્યારે પણ સાંભળી નહિ હોય….

ધોળીધજા ડેમ ના લેખા જોખા

કાયમ સુકાયેલી જ રહેતી ભોગવવા નદી પર જે ડેમ (બાંધ) નું નિર્માણ કરવામાં આવ્યું તેને ધોળીધજા ડેમ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેમ નો કુલ વિસ્તાર ૩૮૯૧ મીટર જેટલો છે અને ખાસ વિશેષતા એ છે સામાન્ય રીતે તમે દરેક ડેમ માં દરવાજા અને બારીઓ જોતા હશો… પરંતુ આ ડેમ માં તમને એવું કઈજ જોવા મળશે નહીં.

ધોળીધજા ડેમ
ઓવરફ્લો થઇ રહેલો ધોળીધજા ડેમ

જી મિત્રો, આ એક ખુલ્લો ડેમ છે, એટલે કે જ્યારે ગામ માં અથવા તો ઉપરવાસ માં ભરપૂર વરસાદ આવી પડે છે ત્યારે ડેમ નાં દરવાજા ખોલવા ની કોઈ જરૂર રહેતી નથી.

જ્યારે જ્યારે ડેમ ઓવરફલો થાય છે ત્યારે ત્યારે પાણી શ્રી ધોળેશ્વર મહાદેવ નો અભિષેક કરી ને ભોગાવા માં વહી જાય છે.

મોટેભાગે એવું બનતું આવ્યું છે કે ઉપરવાસ માં આવેલ નાયકા ડેમ (Nayaka Dam) નાં દરવાજા જ્યારે જ્યારે ખોલવામાં આવે છે ત્યારે આ ડેમ માંથી પાણી ઓવરફલો થવા લાગે છે. ધોળીધજા ડેમ આશરે ૫ થી ૭ લાખ જેટલી વસ્તી ધરાવતા સુરેન્દ્રનગર (Surendranagar), જોરાવરનગર (Joravarnagar), વઢવાણ (Wadhwan), રતનપર (Ratanpar) તથા આજુબાજુ નાં નાના મોટા ગામડાઓને પીવા માટે, રોજિંદા વપરાશ માટે તથા પિયત માટે પાણી પૂરું પાડે છે. વાસ્તવિકતા માં જ આ ડેમ એક જીવાદોરી સમાન છે.

જો તમે સુરેન્દ્રનગર (Surendranagar) માં નિવાસી નાં હોય અને આ ડેમ ની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો સુરેન્દ્રનગર થી મૂળી (Muli) જવામાં હાઇવે પર થી અથવા તો દાળમિલ રોડ થી ખમીસાણા જવા નાં રસ્તા પર થી આ ડેમ સુધી પહોંચી શકાય છે.

તો મિત્રો જાણી લ્યો કે આ ડેમ નું બાંધકામ વર્ષ ૧૯૫૯ નાં સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થયેલું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) જ્યારે ગુજરાત નાં મુખ્યમંત્રી હતા એ સમયે, ૨૬ જાન્યુઆરી, ૨૦૧૦ નાં રોજ તેઓશ્રી એ ધોળીધજા ડેમ ને એક પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા ની જાહેરાત કરેલી.

આ જાહેરાત નાં ભાગરૂપે ડેમ ની આજુબાજુમાં કુલ ૬૦,૦૦૦ જેટલા વૃક્ષો નું વાવેતર તથા વોટરપાર્ક અને અન્ય પ્રવાસન પ્રવૃત્તિઓ નાં આયોજન ની જાહેરાત કરેલી.

ધોળીધજા ડેમ અને રાજરમત

પરંતુ એવું સંભળાય છે કે એ સમયે દરમિયાન કોંગ્રેસ ની સરકાર નગરપાલિકા માં સત્તા પર હોવાથી એકપણ વિકાસલક્ષી કાર્ય પૂર્ણ થવા દીધું હતું નહિ. ભાજપ – કોંગ્રેસ ની ગડમથલ નાં ભાગ રૂપે એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે એ સમયે સત્તા માં રહેલા કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા અનિશ્ચિત મુદ્દત ની હડતાળ નું આયોજન કરવામાં આવેલું હતું.

Narendra modi in surendranagar
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર મુકામે જનસભા ને સંબોધિત કરતા

હડતાળ આયોજન કરવા પાછળ કોંગ્રેસી આગેવાનો દ્વારા કહેવામાં આવેલું કે નગરપાલિકા માં કોંગ્રેસ સત્તા પર હોવાથી સત્તા પર રહેલી ભાજપની સરકાર જિલ્લાને પાણીથી વંચિત રાખે છે.

જ્યારે હકીકત માં આ દવાઓ પોકળ સાબિત થાય હતા અને સરદાર સરોવર નિગમે વચ્ચે દખલ કરી ને જાહેર કર્યું હતું કે લીંકિંગ નું કામકાજ વચ્ચે નાં વિસ્તારો માં ચાલુ હોવાથી જિલ્લો હજી સુધી પાણીથી વંચિત છે. કરેલ વાયદા પ્રમાણે બહુજ. જલ્દીથી પાણી ઝાલાવાડ વાસીઓને મળતું થયેલું પણ હતું અને જે હજી આજની તારીખે પણ મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendranagar District) નર્મદાના નીર ની પધરામણી પહેલા ખોડું જેવા આસપાસ નાં ગામો માં બોરવેલ દ્વારા ઉનાળાની ઋતુ માં પાણી અપાતું. જે આશરે ૬-૭ દિવસ નાં અંતરે મળતું. પરંતુ ઝાલાવાડ નાં એકમાત્ર ધોળીધજા ડેમ માં નર્મદા નાં નીર વહેતા થયા છે ત્યારથી ૨-૪ દિવસ નાં અંતરે નગરજનો ને જરૂરિયાત મુજબ નું પાણી મળી રહે છે.

નર્મદા આવતા જાણે જિલ્લા માંથી પાણી ની અછત રાતોરાત દૂર થઈ ગઈ હોય એવો માહોલ ઉભો થવા પામ્યો હતો.

Dholidhaja Dam Overflow (સૌજન્ય : ABP અસ્મિતા)

ભોગાવો નદી

ભોગાવો નદી સૌરાષ્ટ્ર નાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી (Surendranagar District) પસાર થતી એકમાત્ર નદી છે જેના પર ધોળીધજા સિંચાઇ યોજના નું અમલીકરણ એ વખત નાં મુખ્યમંત્રી અને હાલ નાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ કરાવેલું.

ભોગાવો નદી એ સાબરમતી નદી ની સહાયક નદી તરીકે પણ ઓળખાય છે.

વઢવાણ શહેર (Wadhwan City) ભોગાવો નદીને કાંઠે વસેલું એક રજવાડી શહેર છે જેને વર્ધમાનપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી ઋષી પાંચમીના રોજ કરવામાં આવી હતી. આથી દર ઋષી પંચમીએ વઢવાણ શહેરની સ્થા૫ના દિનની ઉજવણી કરવાની પરંપરા છે.

લાખો વર્ષો પહેલા જ્યારે હજુ મનુષ્યોનો જન્મ પૃથ્વી ૫ર થયો ન હતો. ત્યારે સજીવ વનસ્પતિ સૃષ્ટિ હતી. તેના અસ્મિભૂત અવશેષો વઢવાણ ભોગાવા નદીના કાંઠા ૫રથી મળ્યા હોવાનું ઇતિહાસના પાના ૫ર નોંધાયુ છે.

ઇતિહાસ માં એવી પણ લોકવાયકા છે કે રાણકદેવી નાં શ્રાપના લીધે ભોગાવો નદી ક્યારે પણ બે કાંઠે વહી શક્તિ નથી. તેમાં રહેલું બધુજ પાણી વહી જાય છે. 

YouTube Video of Dholidhaja Dam by MJ Gujarati Vlog

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics