Sunday, November 22, 2020
Home Saurashtra News જન્માષ્ટમી ના લોકમેળા ને લાગશે કોરોના નું ગ્રહણ ? વાંચો અહેવાલ

જન્માષ્ટમી ના લોકમેળા ને લાગશે કોરોના નું ગ્રહણ ? વાંચો અહેવાલ

કોરોના વાઇરસ ને પગલે સ્થાનિક નગરપાલિકા ઉપરાંત રાજ્ય સરકાર પણ જન્માષ્ટમી લોકમેળા ના આયોજન લક્ષી ચિંતિત છે. જેના પગલે લેવાયેલા નિર્ણયો આપણી સાથે અમે શેર કરી રહ્યા છીએ.

સુરેન્દ્રનગર: આ વર્ષે સાતમ આઠમ નાં મેળાઓ ને લાગશે કોરોના નું ગ્રહણ…

કોરોના જે રીતે ભારત ભરમાં ફેલાયો છે એ જોતા જો આ વર્ષે જન્માષ્ટમી નાં મેળાઓ યોજાય તો તેનું સંક્રમણ બેફામ રીતે વધી જાય તેમ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં કોરોના નાં કેસ જે રીતે વધી રહ્યા છે એ જોતા લાગે છે કે સૌરાષ્ટ્ર માં જે દર વર્ષે જન્માષ્ટમી નાં લોકમેળા યોજાય છે, તે યોજાવાની શક્યતાઓ નહિવત છે. જો આ સમયગાળા માં આવા મેળાવડાઓ યોજાય તો આ વાઇરસ નું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી જવાની ભીતિ સેવાય રહી છે.

આ જન્માષ્ટમી નાં મેળાઓમાં નાના નાના બાળકો થી માંડી ને વૃદ્ધો સુધીના લોકો ખુબજ આનંદ અને પ્રમોદ થી જોડતા હોય છે. ખાણીપીણી ની ચીજ વસ્તુઓ થી લઇ ને મેળા ની વિવિધ રાઇડ માં સોશીયલ ડિસ્ટન્સ જાળવવું એ બહુજ ચુનોતી ભર્યું કાર્ય છે.

આ પરિસ્થિતિમાં કોરોના નાં સંક્રમણ ને ફેલાતું અટકવું એ મેળાના આયોજકો તથા સરકારી તંત્ર માટે ખુબજ કપરું કાર્ય બની જાય તેવી દહેશત ફેલાવા પામી છે.

નગરપાલિકાઓ દ્વારા સાતમ આઠમ નાં ને મેળાઓ યોજવામાં આવે છે તેની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાઇવેટ મેળા પણ ધૂમ મચાવે છે. જોવા જાઈએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર જેવા શહેરો માં આજકાલ પ્રાઇવેટ મેળા પણ ખુબજ ધૂમ મચાવી રહ્યા છે.

લોકો ને આજકાલ આવા પ્રાઇવેટ મેળા માં જવું એ એક સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગયું છે.

આ વખતે જન્માષ્ટમી ૧૨ ઓગસ્ટે છે.

સામાન્ય રીતે જન્માષ્ટમી નાં ૫ દિવસ પહેલાજ લોકમેળા શરૂ થઈ જતાં હોય છે. આ વર્ષે સાતમ આઠમ ની આડે આશરે એક મહિનો અને એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે અને ને રીતે કોરોના નાં સંક્રમણ નાં કેસ વધી રહ્યા છે તે જોતાં આ વર્ષે આ લોકમેળાનું આયોજન સંપૂર્ણપણે નહિવત જણાઈ રહ્યું છે. હજુ ક્યાંય આયોજન નું નામ સુદ્ધાં પણ લેવાઈ રહ્યું નથી.

વઢવાણનો જન્માષ્ટમી નો લોકમેળો
વઢવાણ જન્માષ્ટમી લોકમેળા ની ઉજવણી

સામાન્ય રીતે જુલાઈ મહિનાની શરૂઆત માં જ ઠેર ઠેર લોકમેળાનું આયોજન કરવા માટે મીટીંગો તથા ચગડોળ બનવાની તજવીજ ગતી પકડી લેતી હોય છે. પરંતુ આ વર્ષે એવા કોઇ એંધાણ હજી સુધી શરૂ થયેલ નથી.

જે રીતે રાજ્યભરમાં ગુરુપૂર્ણિમા નાં ઉત્સવ ને પણ ઉજવવામાં કોઈ ખામી રહેતી નથી, પરંતુ આ વર્ષે કોરોના નાં કહેર ને ધ્યાન માં રાખીને ગુરુ પૂર્ણિમા ની ઉજવણી પણ રદ્દ કરવામાં આવી છે. 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics