મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra’s Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં આવી રહ્યું છે. અહેવાલ છે કે આ બિલ્ડિંગના કાટમાળમાં ઘણા બધા લોકો દટાઈ ગયા છે. મકાન ધરાશાયી થવાના સમાચાર મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
સમાચાર એજન્સી એએનઆઈ (ANI) અનુસાર, એનડીઆરએફની 3 ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી છે.
3 floors of a 5-storey building collapsed in Mahad of Raigad district; over 200 people are feared trapped. 15 people have been rescued: Aditi S Tatkare, Maharashtra Minister pic.twitter.com/OWXKxfs0F2
— ANI (@ANI) August 24, 2020
મહારાષ્ટ્રના (Maharashtra building news) કેબિનેટ મંત્રી અદિતિ તટકરેએ કહ્યું કે, 200 થી વધુ લોકો આ બિલ્ડિંગમાં ફસાયેલા છે. 5 સ્થાનિક બચાવ ટીમો સ્થળ પર હાજર છે. અત્યાર સુધીમાં 15 લોકો જીવંત બચાવવામાં આવ્યા છે. ઘટના સ્થળે 4 થી 5 વધુ ટીમો દોડી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં 50 પરિવારો રહેતા હતા. આ બિલ્ડિંગ 10 વર્ષ જુની હોવાનું કહેવાય છે.
ભારત ના ગૃહમંત્રી શ્રી અમિત ભાઈ શાહ એ પણ ટ્વીટર ના માધ્યમ થી જણાવ્યું આ ઘટના વિષે. (Amit Shah’s tweet on Maharashtra’s Mahad building collapse accident)