હજી તો કોરોના ના કેસ માં ઘટાડો થવાનું કોઈ એંધાણ નથી ત્યાં જિલ્લા પાર ફરી એક બીજી મુસીબત આવી ચડી હોઈ એના એંધાણ છે. સુરેન્દ્રનગર માં કોરોના ના કહેર વચ્ચે તીડ નું આક્રમણ થવા ની શરૂઆત થઇ ચુકી છે.

જી હા મિત્રો, આપે આ સાચું વાંચ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે જે ખાતરનાખ તીડ નો હુમલો રાજસ્થાન માં થયેલો એ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર તરફ પણ આગળ વધી રહ્યો છે.
અંગત સૂત્રો પાસે થી મળેલી માહિતી મુજબ વઢવાણ તાલુકા ના શિયાણી ગામ નજીક તીડ ના ટોળેટોળા જે ચિંતા નો વિષય બની રહ્યો છે. આ તીડ ના હજારો ની સંખ્યા માં જોવા મળ્યા છે.
ખેતીવાડી શાખા ના અધિકારીઓએ શિયાણીનો સર્વે કરી તદ્દન બાજુના ગામ ખજેલીને એલર્ટ કરી દીધું છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં તીડનું આક્રમણ થયું છે. આ વિસ્તારમાં ગામનાં ખેડૂતો હવે વિવિધ રીતોથી તીડને પોતાના ખેતરોમાંથી ભગાવવાની કામગીરી કરી રહ્યાં છે.
લોકો આ તીડ ના ટોળાંઓ ને ભગાડી મુકવા માટે થાળીઓ વગાડી ને તથા જાત જાત ના અવાજો કરી ને પ્રયત્નો કરી રહ્યા છે જેમાં લીમડી ના શિયાણી પાસે જયારે એક ખેતર માં તીડ નો હુમલો થયેલો તેનો એક વિડીયો પણ વાઇરલ થયેલો છે.
ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર તાલુકાના નસીતપુર અને મોતીધરાઈ ગામે તીડ ના આક્રમણ થયા છે. વાડીઓ અને ખેતરો માં તીડનું ટોળું આવી ચઢતા ખેડૂતોમાં ચિંતા ની લાગણી ફેલાઈ ગઈ હતી.

રાત્રિના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં આવી ચડતા ખેડૂત મિત્રો ની નીંદ ઉડી ગઈ હતી અને તેઓ તીડ ના ટોળાં ને ઉડાડવામાં લાગી પડ્યા હતા.
આ ઘટનાઓ ની સાથે-સાથે હળવદ તાલુકાના આશરે સાતેક ગામમાં તીડના ટોળાં આકાશમાં ઉડતા દેખાયા છે. નવા ઇશનપુર, રણમલપુર, ધણાદ, માલણીયાદ, જુના ઇશનપુર ગામમાં તીડનો આતંક શરુ થઇ ચુક્યો છે અને ખેડૂતો પોતાના ઉભા પાક ને બચવા ની કામગીરી માં જોડાઈ ગયા છે.
તીડને કારણે તલ, ઘઉં, કપાસ, એરંડા સહિતના અનેક પાકમાં ખેડુતોને નુકશાન થવા ની સંભાવનાઓ વધતી જતી હોઈ એવું જણાઈ રહ્યું છે.
તીડ ના ટોળાઓ નું આક્રમણ થયું છે એ બાબત ની જાણ થતા જ ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતા ના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડ્યા હતા અને ખેડૂતો ને તીડનો નાશ કરવા માટે દવાનો છંટકાવ કરવા નું સૂચન તેમજ આયોજન કરી આપવાની બાહેંધરી આપી છે.