નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના મત અનુસાર, રવિવારે રાત્રે 08:15 વાગ્યે ગુજરાત (Gujarat) માં ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાય હતા. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક જિલ્લા ના મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે. (Earthquake in Gujarat)
થોડાજ દિવસો પહેલા ઉત્તર ભારતના દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપ બાદ રવિવારે ગુજરાત (Gujarat) માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વારાફરથી બે વખત ભૂકંપ ના આંચકા અનુભવવામાં હતા.
ગુજરાત માં ભૂકંપ ના આંચકા (Earthquake in Gujarat)
આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના રાજકોટથી 122 કિમી દૂર કચ્છના ભાચાઉના ઉત્તર-પશ્ચિમ દિશામાં હતું.
આ ભૂકંપની તીવ્રતા (ગુજરાતમાં ભૂકંપ) સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના જણાવ્યા મુજબ આ ભૂકંપ રવિવારે રાત્રે 08:19 વાગ્યે આવ્યો હતો.
અમદાવાદ , રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર તથા દ્વારિકા સહિત ના તમામ નાના મોટા શહેરો અને ગામડાઓ માં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા.
વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે ગુજરાત માં 2001 માં જે ભૂકંપ આવેલો અને અત્યારે 2020 માં જે ભૂકંપ આવ્યો તે બંને ના કેન્દ્રબિંદુ એક જ જગ્યા એ છે. આ કેન્દ્રબિંદુ કચ્છ ના ભચાઉ થી ખુબજ નજીક ના અંતર પર મળી આવેલ છે.
આ લિંક પર ક્લિક કરો. આપણે અહીંથી સમગ્ર દુનિયા માં દર સેકન્ડે આવતા ભૂકંપ ના આંચકા ની માહિતી મેળવી શકીયે છીએ.

સમગ્ર ગુજરાત માં ભૂકંપ (Earthquake in Gujarat) નો આંચકો અનુભવતા લોકો પોતાના ઘરો ની બહાર દોડી આવ્યા હતા. વાસ્તવિકતા માં પરિસ્થિતિ ઘણીજ ભયાવહ બનતી જાય છે. એક તરફ લોકો કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છે જયારે બીજી તરફ ધરતીકંપ લોકો ને ઘરો ની બહાર દોડી જવા માટે મજબુર કરી છે.
તમામ જનતા જનાર્દન ને રંગ ગુજરાતી તરફથી એક જ વિનંતી છે કે આપ સહુ આપણું તથા આપણા પરિવાર નું શક્ય હોઈ તેટલું વધુ ધ્યાન રાખો.
એ વાત ને ક્યારે પણ ના ભૂલશો કે સરકાર અર્થતંત્ર ને બેઠું કરવા માટે લોકડાઉં ખોલી રહી છે. હવે લલોકડાઉન નું પાલન સજ્જડપણે કરવું એ આપણી નૈતિક ફરજ બની ચુકી છે.
આશરે 08:13 વાગ્યે આવેલા આ ધરતીકંપ (Gujarat Earthquake) ને પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તરતજ હરકત માં આવી ગયા હતા અને એમને તરતજ જિલ્લા ના તમામ વડા ઓ સાથે મુલાકાત યોજી લીધેલ હતી.
અમદાવાદની વાત કરીએ તો કોરોના વાયરસના ચેપનો સામનો કરી રહેલા સમગ્ર શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રહલાદા નગર વિસ્તારમાંથી નીકળતી તસ્વીરોમાં, જોઇ શકાય છે કે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ ઘરેથી બહાર આવી ગયા હતા. આ ઉપરાંત ભુજમાં પણ લોકો ઘરોની બહાર આવ્યા હતા.
આ અગાઉ શનિવારે સવારે રાજસ્થાનના બીકાનેરમાં હળવા આંચકા અનુભવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સવારે 10.26 વાગ્યે આવેલા ધરતીકંપની (Earthquake) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 અંદાજવામાં આવી હતી. વિભાગ અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી 35 કિલોમીટર નીચે હતું.
આ ઉપરાંત 8 જૂને દિલ્હીમાં 2.1 ની તીવ્રતાના ભુકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય સિસ્મોલોજિકલ સેન્ટર (એનસીએસ) અનુસાર ધરતીકંપનું કેન્દ્ર દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર સ્થિત હતું અને તે બપોરે એક વાગ્યે પૃથ્વીથી 18 કિલોમીટર નીચે આવ્યું હતું. એપ્રિલથી દિલ્હી-એનસીઆરમાં મધ્યમ અને ઓછી તીવ્રતાના 14 થી વધુ ભૂકંપ આવી ચૂક્યા છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા ના કલેક્ટર શ્રી કે. રાજેશ દ્વારા પણ ટ્વીટર પણ જાણકારી આપવામાં આવી હતી જે આપ નીચે જોઈ શકો છો. (Gujarat Earthquake)
જેવો ગુજરાત માં ભૂકંપ આવ્યો કે તરતજ ટ્વીટર પર “ગુજરાત માં ભૂકંપ” ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને ઘણા લોકો એ ભૂકંપ ની ભયાનકતા ની પોસ્ટ મૂકી હતી.
જેમાં એક ભચાઉના વપરાશકર્તા એ પોસ્ટ મુકેલી તમે સ્પષ્ટ જોઈ શકાય છે કે તેઓની ગાડી આંચકાથી કેવી હલી રહી છે. વધુ માહિતી અંતે જુઓ ખાસ નીચે નો વિડીયો:
આપ ખાસ જાણી લેજો કે એવું નથી કે ફક્ત ગુજરાત માં જ આ આંચકા નો અનુભવ થયો છે. હાલમાં જ મળેલી માહિતી મુજબ સમગ્ર વિશ્વભર માં આ આંચકા અનુભવાય છે.
તમે તેની માહિતી નીચે વાંચી શકો છો:
- Jamaica, Africa
- Japan, Asia
- Chile, South America
- Albania, Europe
- California, US
- Hawaii, US
- Istanbul, Asia
- Gujarat, Asia
- J&K, Asia
ફરી બસ એજ વિનંતી કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આપણું તથા આપના પરિવાર નું ખાસ ધ્યાન રાખો….
સવિનય આભાર સહ,
ટીમ રંગ ગુજરાતી.