Sunday, February 28, 2021
Home Trending News કોરોના વાઇરસ ની દવા નું ભારતમાં આગમન ? જાણો સંપૂર્ણ હકીકત -...

કોરોના વાઇરસ ની દવા નું ભારતમાં આગમન ? જાણો સંપૂર્ણ હકીકત – No. 1 Gujarati News

કોરોના વાયરસનો ભય જે સમગ્ર વિશ્વ માં ફેલાયેલો છે તેને સંપૂર્ણ માનવજાત માં હાહાકાર મચાવી દીધો છે. પરંતુ આ દરમિયાન ભારતમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના વાયરસની દવા મળી છે અને દર્દીઓ 4 દિવસમાં તેના ઉપયોગથી સ્વસ્થ થઈ રહ્યા છે. (Corona Virus medicine launched in india by Glenmark Pharmaceuticals)

corona virus medicine by Glenmark Pharmaceuticals gujarati news
(Corona Virus Medicine Fabiflu)

કોરોના વાયરસના વધતા જતા રોગને કારણે, વિશ્વભરનાવૈજ્ઞાનિકો તેની દવા વિકસાવવાનું શરૂ કર્યું છે. અમેરિકા જેવો દેશ જયારે રસી ના સંશોધન પછી એના પરીક્ષણ માં લાગી ગયો છે. આ દરમિયાન જાપાની કંપનીની એન્ટી ફ્લૂ દવા કોરોના વાયરસના (Corona Virus) દર્દીઓ પર અસરકારક સાબિત થઈ રહી છે.

આ દવા નું નામ છે Favipiravir ( ફાવિપીરાવીર ). ભારત સરકાર (Government of India) દ્વારા આ દવા ના ઉપયોગ માટે કાયદાકીય મંજૂરી આપી દેવામાં આવી છે.

checkup of corona virus medicine
( Graphical representation of corona virus in india )

ચીન, રશિયા તથા જાપાન જેવા દેશ માં મળેલી માહિતી મુજબ એ જાણવા મળ્યું છે કે આ દવા Favipiravir ( ફાવિપીરાવીર ) ની અસર દર્દીઓ માં ખુબજ અસરકારક જોવા મળી છે. જે દર્દીઓ ને સાજા થવામાં આશરે 14 દિવસ જેટલો સમય લાગતો હતો એ દર્દીઓ 5 દિવસ માં રિકવર થઇ રહ્યા છે.

ચીન ના વુહાન માં પણ આ દવા Favipiravir ( ફાવિપીરાવીર ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દર્દીઓ બહુજ જલ્દી સજા પણ થઇ ગયા હતા. ( Favipiravir was used in Wuhan of China. And scientists found this anti viral drug very effective )

જાપાન દ્વારા 2014 માં આ દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. ચીનના વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયના અધિકારી ઝાંગ જિનમિન કહે છે કે આ દવા કોરોના વાયરસ (Corona Virus) પર અસરકારક સાબિત થઈ છે. આની કોઈ આડઅસર હજી સુધી જોવા મળી નથી.

ઘણા બધા રિસર્ચ કાર્ય પછી વૈજ્ઞાનિકો એ એમ પણ શોધી કાઢ્યું છે કે જે દર્દીઓ ને Favipiravir ( ફાવિપીરાવીર ) નામની દવા આપવામાં આવતી ના હતી એમના કરતા જેમને દવા આપવામાં આવી હતી એ લોકો નો રિકવરી રેટ 91% કરતા પણ વધારે છે.

આ એક સફળ ઈલાજ કરી શકે તેવી દવા છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ચૂકેલું છે.

corona virus medicine update
Favipiravir ( ફાવિપીરાવીર ) Corona Virus Medicine Information (Gujarati News)

બીજી બધીજ દવાઓ કરતા આ દવા Favipiravir ( ફાવિપીરાવીર ) ની અસર વાસ્તવમાં બહુ જ અસરકારક છે. જોકે એ પણ વાસ્તવિકતા છે કે જાપાની સરકાર દ્વારા હાજી સુધી અને લગતી કોઈ જ પણ જાતની માહિતી મુકવામાં આવી નથી. પરંતુ આ દવા અસરકારક છે એની પુષ્ટિ થઇ ચુકી છે.

દેશમાં ઓછા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે ફાવિપીરાવીર દવાને મંજૂરી આપવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ ( Glenmark Pharmaceuticals ) એ શનિવારે આ દવા આપી હતી અને કહ્યું હતું કે, જે દર્દીઓમાં ડાયાબિટીઝ અને હાર્ટ રોગ હોય છે, તેઓ ડોક્ટરની સલાહથી આ દવા લઈ શકે છે.

આ દવા ફેબીફ્લૂ નામના બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત એક ટેબ્લેટ દીઠ 103 રૂપિયા છે. કંપનીએ માહિતી આપી હતી કે 200 મિલિગ્રામની 34 ગોળીઓના પેકેટની કિંમત 3,500 છે. પરંતુ કંપનીએ કહ્યું કે દવા લેતા પહેલા ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટરની સલાહ પછી, પ્રથમ દિવસે 1800 મિલિગ્રામની બે ડોઝ લેવાની રહેશે. તે પછી, 800 મિલિગ્રામની બે ડોઝ 14 દિવસ માટે લેવી પડશે.

આ દવા કેવી રીતે લેવાની હોય છે

તો મિત્રો ડોક્ટરનો સંપર્ક કાર્ય પછી જેમ અમે ઉપર જણાવ્યું છે એ પ્રમાણે તમારે દવા લેવાની રહેશે।

પ્રથમ દિવસે 1800 મિલિગ્રામની બે ડોઝ લેવાની રહેશે

તે પછી, 800 મિલિગ્રામની બે ડોઝ 14 દિવસ માટે લેવી પડશે

Favipiravir ( ફાવિપીરાવીર ) દવાની કિંમત શું હશે ?

તેની કિંમત એક ટેબ્લેટ દીઠ 103 રૂપિયા છે. કંપનીએ માહિતી આપી હતી કે 200 મિલિગ્રામની 34 ગોળીઓના પેકેટની કિંમત 3,500 છે.

મિત્રો ખાસ નોંધ લેશો કે આ દવા નો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે.

Please consult doctor before taking this medicine.

કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ગ્લેન સલ્દાન્હાએ આશા વ્યક્ત કરી હતી કે ફેબીફ્લુ જેવી અસરકારક સારવાર મોટા પ્રમાણમાં કોરોના વાઇરસ ના દર્દીઓને સજા કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ફેબીફ્લુએ કોરોના વાયરસના પ્રમાણમાં ઓછા ચેપવાળા દર્દીઓ પર એકદમ સારા પરિણામો દર્શાવ્યા હતા અને અમારું માનવું છે કે હાલ પૂરતી જ્યાં સુધી કોરોના વાઇરસ ની રસી શોધાઈ નથી જતી ત્યાં સુધી આ દવા ખુબજ કારગર નીવડશે.

codona virus medicine fabiflue
Corona Virus Medicine In India (Gujarati News)

કોરોના વાઇરસ ના તાંડવને લગભગ છ મહિના થયા છે અને તેની સારવાર માટે હજી સુધી રસી મળી આવી નથી. વિશ્વના ઘણા દેશો રસી બનાવવા માટે કામ કરી રહ્યા છે, જોકે ભારતમાં પણ ઘણી પ્રયોગશાળાઓમાં રસીનો વિકાસ ચાલી રહ્યો છે.

શું તમે જાણો છો દુનિયાના કેટલા દેશ રસી બનાવની કામગીરી કરી રહ્યા છે ?

તો ચાલો મિત્રો જાણીએ કે દુનિયા ના કેટલા દેશ અત્યારે કોરોના વાઇરસ ની રસી (Corona Virus Vaccine) બનાવામાં લાગ્યા છે. વિશ્વભર ના વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે જેથી આ મહામારી ને નાથી શકાય,

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) નું કહેવું છે કે વિશ્વના ઘણા દેશો કોરોના રસી પર કામ કરી રહ્યા છે, તેમાંથી ઘણા માનવ પરીક્ષણો એટલે કે માનવ શરીર પ્રયોગના તબક્કે આવ્યા છે, જ્યારે કેટલાક દેશો હજી પણ રસી બનાવવાની શરૂઆતના તબક્કે છે. ડબ્લ્યુએચઓનાં ટોચના સંશોધક ડો.સૌમ્ય સ્વામિનાથે કહ્યું કે સંસ્થાને આશા છે કે આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિના સુધીમાં કોરોના વાઇરસ સામે લડવાની રસી તૈયાર થઈ જશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) દ્વારા જણાવ્યું હતું કે હાલમાં વિશ્વમાં 100 થી વધુ કોરોના રસીઓ પર સંશોધન ચાલી રહ્યું છે. ભારત (India) સહિત અમેરિકા (America), રશિયા (Russia), ફ્રાંસ (France), જર્મની (Germany), નેધરલેન્ડ (Netherlands), ઇટાલી (Italy) અને બ્રિટન (Britain) જેવા દેશો કોવિડ -19 રસી (COVID – 19 Vaccine News) બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ઇઝરાઇલ અને નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકો એન્ટિબોડીઝને અલગ પાડવામાં સફળ થયા છે.

According to the sources, Glenmark Pharmaceuticals has launched Corona Virus (COVID-19) medicines in India. The main content of medicine is Favipiravir and will be sold as “Fabi Flu” brand name in India.

DGCI has given an approval to use this drug for patients having Mild to Moderate corona virus infection symptoms.

If this drug is effective to the patients then mankind will be always thankful to the Government of the Japan and Glenmark Pharmaceuticals.

5G Network In India apple Bollywood corona Cricket FIFA Gadgets Google Government Benifits Gujarat Gujarati Sahitya Health hydroxychloroquine tablets International Politics knowledge locust attack Maharashtra Movie Review Narendra Modi Politics PUBG RSS Scam Series Review surendranagar Technology Tiktok TRAI Unlock 1 US President Vastushashtra Vikas Dubey આયુર્વેદિક નુસખા ગુજરાતી સાહિત્ય

Most Popular

Politics