Sachin Pilot VS Ashok Gehlot
હજી થોડા સમય પહેલાની જ વાત છે જ્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસ પાર્ટી માંથી એક દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટી માં શામેલ થઇ ગયા હતા.
એ કોંગ્રેસ નાં દિગ્ગજ નેતા નું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. સિંધિયા પોતાના વિશ્વાસુ MLA ના સપોર્ટ થી ભાજપ (BJP) માં જોડાઈ ગયા. સિંધિયા નાં ભાજપ માં જોડાવાથી મધ્યપ્રદેશ ની કોંગ્રેસ (Madhya Pradesh Congress) ની સરકાર એક પત્તા નાં મહેલ ની જેમ વિખરાઈ પડી હતી.
હજી આ બાબત નો રોષ કોંગ્રેસ નાં હાઈ કમાન્ડ માં શમ્યો નથી ત્યાજ તેઓને વધુ એક જટકો મળી ગયો છે.
વધુ વાંચો: વિકાસ દુબે – હત્યા કે એન્કાઉન્ટર, અત્યારે જ જાણો દુબે ના છેલ્લા નિવેદનો
જીહા મિત્રો.. આ નવો જાટકો કોંગ્રેસ (Congress) ની ધીરેધીરે થઈ રહી પાયમલતા ની જ નિશાની કહી શકાય તો કંઈ ખોટું નથી. વધુમાં જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય માં કોંગ્રેસ હાઈ કમાંડે યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel, Gujarat Congress President) ને કમાન સોંપી છે. આ બનાવ બનતા આશા સેવાઈ રહી છે કે ઘણાખરા કોંગ્રેસ નાં જૂના દિગ્ગજ નેતાઓ ને ઈર્ષ્યા થાય..

હવે આ તો સમય જ બતાવશે. હાર્દિક નાં પ્રદેશ અધ્યક્ષ બનવા સાથે ફરી ગુજરાત માં ચિંતા સેવાય રહી છે કે ક્યાંક તે ફરી જાતિવાદ ને પ્રોત્સાહન આપી ને કોમી રમખાણો ને પ્રાધાન્ય નાં આપવા લાગે.
બીજી તરફ રાજસ્થાન નાં ઉપમુખ્ય મંત્રી શ્રી સચિન પાયલોટ (Sachin Pilot) પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) થી નારાજ થઈ ને દિલ્હી ચાલ્યા ગયા છે.
વધુ વાંચો: ત્રિફળા ચૂર્ણ ના કોરોના સંક્રમણ માં ફાયદા
એવું સંભળાય છે કે દિલ્હીમાં તેઓ અહેમદ પટેલ ને મળવાના હતા. જાણકાર સૂત્રોએ પાસેથી એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે સચિન પાયલોટ જે રાજસ્થાન નાં ઉપમુખ્યમંત્રી છે તેઓ ભાજપ (BJP Leaders) નાં મોવડીઓ ને પણ મળવાના છે.

સંકેતો એવા જણાઈ રહ્યા છે કે બની શકે છે કે સિંધિયા ની જેમ સચિન પાયલટ (Sachin Pilot) પણ ભાજપ માં જોડાય શકે છે. જો સિંધિયા ની જેમ સચિન પાયલટ પણ ભાજપ માં જોડાય જાય તો કોંગ્રેસ પાર્ટીમાં ધરતીકંપ મચી જાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે.
સચિન પાયલટ દિલ્હીમાં । Sachin Pilot in Delhi
સાલ 2018 માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ માં ભાજપ ની સામે વિજયી થયા બાદ કોંગ્રેસ પાર્ટી એ સિંધિયા (Scindia) અને સચિન પાયલટ (Sachin Pilot) ને તેઓની લાયકાત પ્રમાણેની સત્તા આપેલ નાં હતી. આ વાત નો અજંપો બંને નાં મન માં ખુબ જ ઊંડે સુધી ઉતરી ગયો હોય એવો આભાસ જણાઈ રહ્યો હતો.
સૂત્રો આ માહિતી ખુબજ વિશ્વાસથી કહી રહ્યા છે કે સચિન પાયલટ (Sachin Pilot) ની પણ ભાજપ માં સમાવેશ થવાની શક્યતાઓ પ્રબળ છે. છેલ્લે મળેલી માહિતી મુજબ રાજસ્થાન નાં ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ (Rajasthan Deputy Chief Minister, Sachin Pilot) દિલ્હી માં હોવા છતાં પણ કોંગ્રેસ નાં હાઈ કમાંડ ને મળવાની અનુમતિ માગી નથી.

અશોક ગેહલોત દ્વારા રાજરમત રમાઈ ને કોંગ્રેસ હાઈ કમાન નાં કાન માં એવા સમાચાર નાખી દીધા હતા કે સચિન ગહેલોત પોતાના ૧૨ વિશ્વાસપાત્ર ધારાસભ્યો (16 Congress MLA in Delhi with Sachin Pilot) સાથે ભાજપ નાં ઉચ્ચ નેતાઓ સાથે દગાબાજી કરવાના ઈરાદામાં છે.
અમુક સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે સચિન પાયલટ (Sachin Pilot) એ એવો દાવો કર્યો છે કે તેઓની પાસે 16 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. ધારાસભ્યો ની સંખ્યા જોકે હાલમાં કેટલી છે એ સ્પષ્ટ જાણવામાં આવ્યું નથી.
હવે જોવાનું એ છે કે આવનારા 2-3 દિવસો માં રાજસ્થાન ની રાજરમત ક્યાં જઈ ને અટકે છે.