Friday, November 20, 2020
Home Gujarati Sahitya Stories ટેક્નોલોજી નો ભોગે - અવની ની કલમે

ટેક્નોલોજી નો ભોગે – અવની ની કલમે

ફેસબુક,ટ્વીટર,ઈન્સ્ટાગ્રામ જેવી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ આજથી જ શરુ કરેલ.મિત્રો ની મદદ લઇ પોતાના નામના આઈ ડી બનાવ્યા.નવી ટેકનોલોજી નો ઉપયોગ શરુ શરુ માં તો ખુબજ સારો લાગી રહ્યો હતો.

નવા નવા ચહેરાઓ મારી સાથે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતાકેરો સંબંધ બાંધી રહ્યા હતા.મારા ફોટા મારા વિડીયોને જેટલી વધારે લાઈક મળતી એટલું જ મન પણ ખુશ થતુ હતુ.જીવનમાં એક અનેરા અને અલૌકિક આનંદ ની અનુભુતી હુ અનુભવી રહી હતી.

હું, સલમા એમ. એ. સુધીનો અભ્યાસ કરેલો.નાના એવા તાલુકા પ્લેસ પાટડીમાં હુ રહેનારી. નાની એવી રીસેપ્સનીસ્ટની જોબ કરતી હતી.પહેલો ટચ સ્ક્રિન મોબાઇલ લીધેલો. અને નવી આ ટેકનોલોજી થી પ્રેરણા મળી રહી હતી એવો આભાસ થતો.

ફેસબુક માં ઘણા નવા ફ્રેન્ડ બનેલા.એમની જોડે ઘણીબધી વાતો મોડી રાત સુધી મેસેજરમાં થતી હતી.
આજ રાત્રે મને અેક સોના નામની વ્યક્તિ ની રીકવેસ્ટ આવેલી.એક છોકરી સમજી મે એને અેકસેપ્ટ કરી. ઘણીવાર સોના સાથે વાતો થતી.હુ એના એ મારા ગમા અને અણગમા વિશે ઘણુ જાણવા લાગ્યા.
હુ જે કંઈ પણ ખરીદતી ,બનાવતી કે પહેરતી એના વિડીયો અને ફોટોસ એને મોકલતી અને અમારી ચોઈસ ઘણી મેચ પણ થતી.

એક ખાસ મિત્રતા જાણે બંધાઈ ગયેલ અજાણ્યા જ વ્યક્તિ સાથે. એ હંમેશા એના પ્રોફાઇલ ફોટો બદલ્યા કરતી.હુ પુછતી એને તો એ વાતને ટાળી દેતી.
એક વખત હુ મારી સાથે જોબ કરનાર નિરવની જોડે બેઠી હતી.અમે રીશેષ ટાઈમમાં ચા પીવા જોડે જતા.નિરવે એના મોબાઈલ માં ફેસબુક ખોલ્યુ તો એજ પ્રોફાઇલ જોવા મળી જે સોના ની હતી.મારી નજર પડતાજ મે એને કહ્યુ કે બતાવ મને, કોન છે આ??

નિરવે કહ્યુ કે આ તો અમારી શેરીમાં રહેનારો એક આવારા છોકરો છે .બધા ને છોકરી બની રીકવેસ્ટ મોકલે અને પછી એ લોકોના ફોટોસ નો મીસયીઝ કરે.મારા પગ નીચેથી તો જાણે જમીનજ સરકી ગઇ. નિરવ કહે આ છોકરાની સામે પોલિસ કેસ થયો છે અને કાલેજ પોલિસ એને પકડી ગઇ.

ભીની આંખોએ હુ ત્યાથી નીકળી ગઈ. ઘરે જઇને પહેલા મારા એકાઉન્ટ ડીલીટ કર્યા. ભગવાનની કૃપા થી હું તો બચી ગઇ પણ સાથે સાથે એ પણ શીખી કે નિર્દોષ ભાવે તમે અજાણ્યા વ્યક્તિ ને પોતિકા માનીને તમારી અંગત વાતો શેર કરો છો ત્યારે એ ઘણીબધી નુકશાન કારક પણ સાબિત થઇ શકે છે.

તો મિત્રો ટેકનોલોજીની આ દુનિયાનો કામ પડ્યે ઉપયોગ ચોક્કસ કરો પરંતુ તમારી પર્સનલ કોઈ જ વાત,ફોટા કે વિડીયો શેર ના કરો.તમે જાણતા જ નથી કે સામે સ્ત્રી છે કે પુરુષ.

સાચું શું અને ખોટુ શું એ ટેકનોલોજી ની કોઈજ એપ ને ખબર નથી.ટેકનોલોજીકલ માધ્યમથી તમે જેટલા પ્રખ્યાત થઇ શકો છો એટલાજ બદનામ પણ થઇ શકો છો. તો પ્લીઝ જીવનમાં જાગતા અને તમારી સાથે હોય એવા મિત્રો ને પ્રાધાન્ય આપો નહી કે આવા અજાણ્યા મિત્ર ને!! તમારી સલામતીને તમારા જ હાથ માં સાચવીને રાખો….

આજ હુ મારી ઓરીજીનલ ફ્રેન્ડ સોનલ જે મારી સાથે છે એની જોડે ખુબ ખુશ છું ડુપ્લીકેટ સોનાને ડિલીટ કરીને…..

sonal jani

મારુ નામ જાની સોનલ છે ઉપનામ “અવની” છે.
કોલેજ ના સમય થી પુસ્તકો અને ગઝલ વાંચવાનું શરૂ કરેલુ.એ સમયથી જ સાહિત્ય માં રુચી જાગતા લખવાનું પણ શરૂ કર્યુ.
મને વાંચન અને લેખન નો શોખ છે.
હું શિક્ષક છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics