Sunday, January 17, 2021
Home Gujarati Sahitya Stories શબ્દોથી ઘવાતો માણસ : લઘુકથા - તારક મહેતા

શબ્દોથી ઘવાતો માણસ : લઘુકથા – તારક મહેતા

ગુજરાતી લઘુકથા

શબ્દો અનેક અક્ષરોના જોડાણને શબ્દો કહેવામાં આવે છે આ અક્ષરો ની ઉત્પત્તિ શિવજીના ડમરુ માંથી નાદ સ્વરૂપે થઇ.

नृत्तावसाने नटराज-राजो ननाद ढक्कां नवपञ्चवारम् |
उद्धुर्तुकाम: सनकादिसिद्धान् एतद्विमर्षे शिवसूत्रजालम्

સંસ્કૃત શ્લોક

પહેલા જે અક્ષરો હતા તે,

अइउण् ऋऌक् एओङ् ऐऔच् हयवरट् लण् ञमङणनम्
झभञ् घढधष् जबगडदश् खफछठथचटतव् कपय् शषसर् हल्

સંસ્કૃત શ્લોક

પાણીની ઋષિએ અક્ષરો ના સમૂહ ને શબ્દોની સાંકળ બનાવીને એક અદ્ભુત પૂર્વ વ્યાકરણની રચના કરી, જેથી આ અક્ષરો અલગ અલગ ના રહી જાય. અક્ષરો નું જોડાણ જરૂરી હતું ,જેથી આગળના સમયની અંદર વ્યક્તિઓ આ જોડાણથી જોડાયેલા રહે. અલગ અલગ રહેલા અક્ષરોનું કોઈ જ મહત્વ નથી હોતું , કારણકે અર્થ જોડાણથી નીકળે છે.

ગુજરાતી લઘુકથા 1

આ અક્ષરોના જોડાણથી કેટલા બધા શબ્દો ની ઉત્પત્તિ થઈ. કેટલા બધા શબ્દો અને દરેક શબ્દો ના કેટલા બધા અર્થો પરંતુ ક્યારેક તો સમજાતું જ નથી કે મહત્વ શબ્દનું છે કે અર્થ નું , કે પછી બંને સંયુક્ત રીતે પોતાનું મહત્વ ધરાવે છે. શબ્દોના અર્થ દ્વારા તો નીકળે છે જો અર્થ જ ન હોત તો શબ્દો નું શું મહત્વ.

કહેવાય છે કે અંદરથી નીકળેલ શબ્દ ક્યારેય પાછો વળતો નથી તો કે ક્યાંક જતો હશે ને. શાસ્ત્રો એવું કહે છે કે શબ્દ બ્રહ્મ છે. અને તે હંમેશા બ્રહ્માંડમાં ઘૂમતો રહે છે. તો વિચાર આવે તો બધા શબ્દો બ્રહ્માંડમાં ઘૂમતા હશે કે અમુક શબ્દો અવકાશની યાત્રા પણ કરતા હશે !

એક બ્રહ્માંડની રચના ઈશ્વરે કરેલી છે. અને એક બ્રહ્માંડ આપણી અંદર પણ સીમિત થયેલું છે તો કેટલા બધા શબ્દો આપણા અંદરના બ્રહ્માંડમાં પણ ફરી રહ્યા હશે. બે શબ્દો તેના અર્થની તલાશ માં યાત્રા કરી રહ્યા હશે. એવું લાગે કે જ્યાં સુધી તે શબ્દોને એનો અર્થ નહીં મળી જાય ત્યાં સુધી આ જોડાણ મહત્વનું છે, કારણ કે આ અક્ષરોના જોડાણથી શબ્દો, શબ્દોથી અર્થો, અર્થો પરથી સમજણ, સમજણથી લાગણી, લાગણીથી ભાવ, ભાવથી જીવન, અન જીવન થી આ શ્વાસ ચાલતું રહે છે

શ્વાસનું ચાલવું એટલે જીવનનું ગતિ પામવું અને જ્યાં સુધી આ ગતિ છે ત્યાં સુધી જિંદગી પેલા શબ્દોથી ધબકતી રહે છે. જો એ ધબકાર સાંભળી શકાય તો સમજવું કે જીવન જીવી રહ્યું છે અને જો એ ધબકાર સાંભળી ન શકીએ તો સમજવું કે ક્યાંક કોઈક શબ્દોથી અનંતની યાત્રાએ નીકળી ગયેલું છે. કારણકે યાત્રીની હયાતી હોવા છતાં પણ તેની હયાતીનો જો અહેસાસ ન થઈ શકતો હોય તો….

આ અલગ-અલગ અક્ષરોના સમૂહથી એક શબ્દ બને છે. અને બે શબ્દ ની કલ્પનાથી કોઈ આકૃતિ બને છે એ આકૃતિમાં પ્રાણ છે અને પ્રાણ છે તો જીવન છે તો આજીવન કોઈ જીવનની સાથે જોડાણ પામેલું છે એ કોઇ પણ શબ્દો દ્વારા k તેનાથી નીકળેલા અર્થો દ્વારા. સંપૂર્ણપણે તે આ કૃતિને સમર્પિત રહે છે આ એક ભાવ છે અને ભાવ ત્યારે જ હોય જ્યારે અંદરની લાગણીઓના. મોજા ઉછળી ઉછળીને હૃદય સુધી પહોંચતા હોય હવે આનું ઊંડાણ. માપવું શક્ય નથી કારણકે હૃદયના ઊંડાણ છે એ ઊંડાણમાં ધરબાઈ ગયેલા શબ્દો અર્થોના સામર્થ્યને જોયા વગર અંદર સુધી ઊતરી ચૂકેલા હોય છે.

શબ્દો દુનિયા છે જો શબ્દો જ ન હોત તો શું હોત એકબીજાને કહેવાયેલા શબ્દો ઘણી વખતે માત્ર શબ્દો જ હોવા છતાં પણ અર્થોની યાત્રાએ નીકળી છે મહત્વ શબ્દોનું હોવા છતાં પણ અલગ-અલગ અર્થો ની ગોતવા નીકળવું તે સહજ છે કે પછી અપેક્ષિત…

ઘણી વખતે તો થાય કે કહેવાયેલા શબ્દોનું મહત્ત્વ છે કે પછી ન કહેવાયેલા શબ્દોનું મહત્વ ઘણીવાર ઘણું બધું કહેવાય ચૂકેલું હોય છે પરંતુ ઘણી વાર તેના અર્થો સમય જતાં જ સમજાય છે પ્રવર્તમાન સમયમાં ઘણી વાર તે શબ્દોને મહત્વ નથી આપતા પરંતુ સમય જતાં તે શબ્દોના અર્થ એમાંથી નીકળતી લાગણી ભાવ અને એ જીવન સમજાય છે જ્યારે સમયનું વહેણ બધું જ સમેટીને બહુ જ આગળ નીકળી ચૂકેલી હોય છે.

Gujarati laghukatha

શબ્દોમાં તાકાત છે નિરાશ હતાશ ભાંગી પડેલા તૂટેલા જેનાથી કશું જ ના કરી શકે એમ હોય જેના જીવનની અંદર ઘણા બધા ભૂકંપ આવેલા હોય જેને જીવવાની ઈચ્છા જ ન હોય એવા વ્યક્તિને પણ શબ્દો જીવન આપી દે છે એની અંદર કેટલી તાકાત આપી દે છે જાણે પાછળ કશું બન્યું જ નથી તો ઘણી વખત.

શબ્દોથી માણસ તૂટી જાય છે ભાંગી જાય છે નિરાશ થઇ જાય છે હતાશ થઈ જાય છે જાણે કે જીવવાની કોઈ ઈચ્છા જ ન હોય છતાં પણ શબ્દોને આપેલા પ્રોમિસ વિશ્વાસ અને કોઈ શ્વાસ થી જીવન જીવાય જાય છે જીવવું પડે છે એ પણ ઇચ્છા અનિચ્છા જીવન શ્વાસ લઇ રહ્યું છે કારણ કે એને શ્વાસ લેવા માટે પણ શ્વાસ છોડવો પડે છે

શ્વાસ છોડવાની ઇચ્છા ન હોવા છતાં. પણ શ્વાસ લેવા માટે તે સહજ પ્રક્રિયા માંથી પસાર થાય છે બસ આ પસાર થવું એટલે જાણે કે તે યાત્રા ની શરૂઆત કરવી કોઈ નવી દિશામાં કોઈ નવી જગ્યાની શોધમાં કે પછી કોઈ ગુમનામ જીવન. ની તલાશ માં જીવવું

અહીંયા જીવવું શબ્દ મહત્વનો બની જાય છે

શબ્દો બાંધી રાખે છે શબ્દો જોડી રાખે છે શબ્દો ઉભા કરે છે શબ્દો ભાંગી નાખે છે શબ્દોથી સાહસ આવે છે શબ્દોથી તાકાત આવે છે શબ્દોથી સંગીત શબ્દો થી લય શબ્દોથી જીવન શબ્દોથી જિંદગી શબ્દોથી ભાવ શબ્દોથી લાગણી. અને એ લાગણીની ભીનાશ બહારથી કોરા માણસને પણ અંદરથી ભીંજવતી રહે છે

એક સમય હતો જ્યારે જીવન જિંદગી સાથે મળીને કેટલા બધા શબ્દોની આપ-લે કરતા આ બધા શબ્દો એ શબ્દોને વાતચીત નું નામ આપી શકાય અથવા તો એ વાતચીત જીવન હતી ન કોઈ નિંદા ન કોઈ ટીપ્પણી છતાં એટલી બધી વાતો કે જેની કોઈ સીમા ને એ વાતોમાં જોવાયેલાં સ્વપ્નો સંવેદના સાથે મળીને ઉચ્ચતમ જીવનને પામતા ઘણીવાર તો આજુબાજુમાં રહેલા વ્યક્તિઓ કંટાળી જતા કે આટલી બધી શું વાતો

જ્યારે શબ્દો વાક્ય બની જાય છે ત્યારે તેની સુંદરતા આપોઆપ મેળવી લે છે પરંતુ જ્યારે શબ્દો અલગ દિશામાં અલગ અર્થ સાથે પોતાનું જીવન જીવનની દિશા. જીવનની પ્રગતિ અને કોઈ અલગ જીવન સાથે જ તેનું જોડાણ પ્રાપ્ત કરે છે ત્યારે શબ્દ. અને અર્થ બંને ની દિશા અલગ થઈ જાય છે સહજ રીતે એમાં કોઈ શબ્દોની મારામારી નથી હોતી સહજ રીતેજ હા હવે જે દ્રષ્ટિ કે દ્રષ્ટિકોણથી જોઈએ સાંભળેલા શબ્દો ઘણી વખત એના મૂળભૂત અર્થ થી અલગ હોય છે શબ્દો તેનામાં સંપૂર્ણ પડે સત્યથી ભિન્ન હોય છે સમય જતા શબ્દો સમજાય છે અને સમય જતા શબ્દોના અર્થો બસ આ સમયમાં. શબ્દોથી વ્યક્ત કરાયેલી. લાગણી મને શબ્દોથી અર્થનું છુટા પડવું ઘણીવાર જીવન એક જ જગ્યાએ અટકી પડે છે જેમાંથી નીકળવું ઘડીવાર.

શબ્દો ને ગુમાવી દેવા કરતાં પણ ઘણીવાર સંવેદનાની. યાદો શબ્દોની સાથે અસહ્ય બની જાય છે સમજી શકાય કે શબ્દને તો તેના અર્થની જે તલાશ હતી એ પૂરી કરી પરંતુ મારી સંવેદના.

શબ્દ એક જ તે શબ્દની આકૃતિ એક જ તે આકૃતિથી જન્મેલ સંવેદના એક જ બસ આજ જીવન અને જીવન થી શરૂ થયેલી તમામ ઘટનાઓ માત્ર એક ઘટનાથી સમાપ્ત. થતી નથી કારણ કે જો તે સમાપ્ત થતી હોત તો જીવન તેના શ્વાસ ને ચલાવે જ નહીં શ્વાસ ચાલે છે એટલે જીવન ચાલે છે અને જીવન ચાલે છે એટલે શબ્દની આકૃતિથી અને તે સંવેદનાને હું ભીતરથી અનુભવી શકું છું મહેસૂસ કરી શકું છું માટે તો

જીવન ચાલતું રહે છે શ્વાસ ધબકતો રહે છે યાત્રા થતી રહે છે શબ્દોની યાત્રા ક્યારે પૂરી થશે. એની રાહ છે શબ્દો પાછળ વળીને જોશે અને તેના મૂળભૂત અર્થ ને પામીને સ્વભાવગત સંવેદના સાથે એક દિવસ શબ્દો પાછા ફરશે મને આ અંદરથી. હૃદયના ઊંડાણથી વિશ્વાસ છે.

તારક મહેતા
તારક મહેતા

મારું નામ તારક મહેતા અને જન્મ ૩/૫/૧૯૭૭ હળવદ મુકામ થયેલ છે મારો અભ્યાસ સોલા ભાગવત વિદ્યાપીઠ માં પરંપરાગત રીતે થયેલો છે આગળનો કોલેજકાળનો અભ્યાસ હળવદમાં થયેલો છે. આફ્રિકામાં કેન્યા દેશમાં નેરોબી સિટીમાં શ્રી અંબાજી મંદિરમાં પૂજારી તરીકે પ્રથમ વખત બોલાવવામાં આવ્યો ઘણા વર્ષો સુધી માતાજીના સાનિધ્યનો લહાવો મળ્યો અને આફ્રિકામાં એસ્ટ્રોલોજર તરીકે બધા ઓળખતા રહ્યા છે એસ્ટ્રોલોજી વાસ્તુ પૂજા પાઠ વર્ષોથી કાર્ય અને કર્મના સંદર્ભમાં કરી રહ્યો છું.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics