Monday, January 18, 2021
Home Gujarati Sahitya Stories Love you Zindagi - જિંદગી ને જિંદગી બનાવતો એક અદભુત લેખ:...

Love you Zindagi – જિંદગી ને જિંદગી બનાવતો એક અદભુત લેખ: તારક મેહતા

જિંદગી ક્યારેક તું એવી જગ્યા ઉપર લાવીને મૂકી દે છે હું વિચારતો જ રહી જાઉં છું કે શરૂઆત કેવી રીતે  કરવી સમજ નથી આવતી કે આગળ પગલું કેવી રીતે ભરવું સ્થિર થઈ જાઉં છું વિચારતો રહું છું અંદર મનોમંથન ચાલતું રહે છે પરંતુ જ્યારે હું તારી સામે જોઉં છું ત્યારે ત્યારે મને એ અહેસાસ  થાય છે કે તું પણ મને જોતી જ  હશે તારું ઉન્માદ યુક્ત જીવન આપનાર હાસ્ય મને આગળ વધવા માટે પ્રેરણા આપે છે તારા તરફ વધારે ને વધારે આગળ વધતો જાઉં છું હું જાણું છું આ રણમાં ઝાંઝવાના નીર સમાન છે પરંતુ છતાં એ વંટોળ ની પાર દેખાતો તારો ચહેરો મને તારા તરફ દોડવા માટે મજબૂર કરે છે…..

શું સવારમાં ઉઠીને અરીસામાં પોતાનો ચહેરો જોવાની ઈચ્છા થાય છે અને પોતાનો જ ચહેરો જોતા જોતા દર્પણ ના પ્રતિબિંબમાં માંથી કોઈ તમને પણ જોઈ રહ્યું છે એવો અહેસાસ થાય છે તો તમે પણ આ દુનિયાની એવી વ્યક્તિ છો કે તમને દિલ થી ચાહવા કોઈ તડપે છે.તમારી આંખો માં એ ગહેરાઈ છે જેમાં ડૂબવા કોઈ તલસે છે.તમે પણ આ દુનિયાના તમામ સુંદર ચહેરા ઓમાનનું એક ચહેરો છો એવો અહેસાસ થાય છે આ વિચાર આવતાંની સાથે શું તમારા ચહેરા ઉપર સ્મિત લહેરાઈ છે? અંદરની ખુશીઓ ચહેરાના ભાવ સાથે જોડાય છે ?જો આવું થાય છે તો ખરેખર કંઈક તમારી અંદર જોડાઈ રહ્યું છે.

જે ક્ષણોથી આરંભ થતો હોય એ ક્ષણોનો ક્યારે પણ અંત હોતો નથી. કારણકે આ વ્યવહાર નથી, પરંતુ મારા હૃદયના ઊંડાણ માં ધરોબાયેલી મારી સંવેદના છે જે ગમે એટલા પ્રયત્નો છતાં કે તારી તરફ જ દોડવા લાગે છે મારી સંવેદનાને તે જકડીને રાખી છે અને જિંદગીના સાનિધ્ય ની અંદર સંવેદના જીવન તરફ સમયાંતરે દ્રષ્ટિ કર્યા કરે છે તો સંવેદના સાથેના જોડાણ થી જીવન પણ જિંદગી તરફ આગળ વધ્યા કરે છે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અને સ્વતંત્ર પણ હવે કશું જ ફરજિયાત નથી હવે કશું જ માત્ર બાહ્ય દેખાવ માટે નથી જે કઈ છે એ ભીતરથી ઉદ્ભવેલ એ ભીતરમાં છુપાયેલ..

બસ તું જોઈ શકે છે એને હું મહેસુસ કરી શકું છું અને આગળ વધવાની પગલાઓ માંડવાની એક સહજ પ્રક્રિયા સહજ રીતે જ થઈ રહી છે અને આ પણ એક તારા સુધી પહોંચવાનો પ્રયાસ છે જે નથી કહી શક્યો એ કહેવાનો પ્રયાસ છે અથવા તો જે નથી સમજી શક્યો એ સમજવાનું પણ…

પોતાની અંદર એક ઈચ્છા નામનો જીવ જીવતો હોય છે બસ એ પરિચિત ચહેરાઓની સામે ઘણી વખતે વ્યક્ત થઈ શકતો નથી પરિચિત ચહેરાઓ હંમેશા આજુબાજુમાં ફર્યા કરે છે અને એ પરિચિત અને અપરિચિત ચહેરાઓની વચ્ચે હું તને જ શોધ્યા કરું છું મારી જિંદગીમાં તારા હોવાપણા નો અહેસાસ મને જીવંત રાખે છે મને ખરેખર તારા માટે જ જીવવાની ઈચ્છા થાય છે…

ઘણી વખતે માત્ર ઇચ્છાઓ રાખી શકાય છે એ ઇચ્છાઓ ત્યાં જ જીવી શકાય છે જ્યાં સમાન ઈચ્છા વાળી વ્યક્તિ તમારા જીવનમાં હોય અથવા તો આવે અને જીવન એ ટેવ એવી પડેલી છે કે પહેલા બધું સમજવું છે પછી જીવવું છે ખરેખર એ ઈચ્છાઓને જીવવાનો સમય આવે ત્યારે જે સમજવાની કોશિશ માં લાગી જઈએ છીએ ત્યારે ખરેખર જીવી શકાતું નથી તો સમજવું છે કે જીવવું છે પહેલા એ સ્પષ્ટ કરી લેવું…

હવે જ્યારે સ્પષ્ટ થઇ ગયું છે કે ફરજિયાત  જીવવું છે ત્યારે ફરીથી એક શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી એ પણ સમજાવી દીધું હોત તો આજે ઘટનાઓને ફરી ફરીને વિચારવાની  જરૂરિયાત જ  ના રહે એટલે બહુ લાગણીશીલ થઈ ને સતત વિચારી રહ્યો છું છતાં એ સમજવામાં અસમર્થ હોવા છતાં પાછો  વિચારું છું તે માણસ ગમે તેવો હોય અમીર હોય કે ગરીબ કે સામાન્ય હોય દરેક વ્યક્તિ લાગણી થી ભરપૂર જ હોય છે બસ એક એવી વ્યક્તિ ની જરૂર હોય છે જ્યાં તે તેની લાગણી અભિવ્યક્ત કરી શકે છે.પરંતુ માત્ર પોતાની વ્યક્તિ આગળ એટલે જે વિચારું છું એ વ્યક્ત કરું છું હવે મારે કોઈને કહેવાની જરૂર નથી બસ સમજી શકે તો જિંદગી તારી પાસે જ વ્યક્ત થઈ રહ્યો છું અને તારા સુધી પહોંચવાનો હંમેશા હું પ્રયાસ કરતો રહીશ…

એક નાની એવી ઘટના આટલું મોટું સ્વરૂપ લઈ લેશે તેવી કલ્પના પણ ન હતી ક્યારેક વિચાર આવે છે કે ક્યાંક સાંભળેલી વાતને અથવા તો એ ક્ષણોમાં થયેલી વાતોને અવગણીને તે મારી સામે જોયું હોય તો કેટલું બધું સામાન્ય હતું સ્પષ્ટ પણ હતો તો છતાં આમ કેવી રીતે બની ગયું બસ એ જ વિચારોથી રાત્રિના અંધકારમાં ગહન રીતે જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યો છું એક સામાન્ય બાબત વર્ષોના વર્ષ પછી એક લાગણી નો ધોધ બની ભીંજવી દેશે એવું તો ક્યારેય વિચાર્યું ન હતું….

હું પણ સામાન્ય છું પણ તારું મને અલગ દ્રષ્ટિથી જોવું મને અસામાન્ય બનાવે છે બધા સામાન્ય જ હોય છે એની અંદર રહેલી વિશેષતાને કોઈ જોઈ લે છે તો બસ તમને વિશેષ હોવાનો ભાસ તમારી પોતાની વ્યક્તિ અથવા તો કોઈ અપરિચિત વ્યક્તિ તમારા અંદરના વ્યક્તિત્વને જોઈને એક સામાન્ય થી અસામાન્ય કંઈક પાવરફૂલ હોય એવું જાણવા મળે છે.

નાની નાની બાબતો વ્યક્તિ ની વિશેષતા હોય છે એવો અહેસાસ ખુશ નસીબ વ્યક્તિઓના ભાગ્યમાં હોય છે અને જ્યારે અહેસાસ કોઈ તમને કરાવે છે ત્યારે આપમેળે જ જીવન એ પાગલ તરફ દોડવા લાગે છે તમે ગાવા લાગો છો હસવા લાગો છો રડવા લાગો છો વ્યક્ત થાઉં છું અભિવ્યક્ત થાવ છો અંદર પડેલું બધું જ બહાર નીકળી આવે છે અને બસ વરસી જવાય છે…

ચાહવું મહત્વનું છે જો એ આદત આપણી અંદર હોય તો સ્વયં સાથે પહેલી મુલાકાત ખૂબ જ જરૂરી છે કારણકે બહારની દુનિયામાં તમે શું છો અથવા તો તમારી હેસિયત શું છે એનો પરિચય તો દુનિયા ઘણી વખતે તમને કરાવતી જ હોય છે પરંતુ તમે તમારી નજરમાં શું છો તમારી પોતાની દ્રષ્ટિ પોતાને જ જોવા માટે શું છે શું ખરેખર તમે જે ઈચ્છો છો જે ચાહો છો એના માટે તમે અંદરથી શું ઇચ્છો છો એ જોવાની દ્રષ્ટિ બીજાની દ્રષ્ટિથી ભિન્ન અને એક સમયે પોતેજ પોતાની અંદર જ ખોવાઈ જાવ અને ગોતવા ની કોશિશ કરતા તમે તમારી જાત સાથે પરિચય કેળવી લો તો કદાચ ખુદને ખુદની સાથે મળી લેવાનો આનંદ ક્યારેક….

તારા વિશે લખવું એટલે શબ્દો ને જાણે તેના અર્થ મળી રહ્યા છે અને એ સ્વીકાર કરવામાં મને કોઈ પણ સંકોચ નથી કે હું તને મારી અંદર મહેસુસ કરું છું તારી સાથે ન જીવી શકવાનો રંજ કરતા તારી અંદર જીવવા નો આનંદ મને અનંતની યાત્રાએ અથવા તો તારી અંદર જ જાણે કે મારું હરિદ્વાર અને તારા મનની લહેરોમાં ગંગાસ્નાન નો આનંદ નો અનુભવ અને તે વિચાર અંદરથી આનંદિત કરી રહ્યો છે બસ એટલે જ હું જેવો છું એવી જ રીતે જીવી રહ્યો છું સહજ રીતે તારી સાથે બંધાયેલો ન હોવા છતાં તારી અંદર જ હંમેશા કેદ થયેલો રહું છું…

જિંદગી તું હંમેશા ખુશ રહે તારો હાસ્ય સભર ચહેરો મારી તાકાત છે તને પામવા માટે તારું સાથે ચાલવું જરૂરી નથી પણ સમય સંજોગ પરિસ્થિતિના અનુસંધાન થી હવે તારાથી અલગ થવું એ મારા માટે સંભવ નથી માટે મળતો રહીશ હવે તું પણ મને તારા થી અલગ નહીં કરી શકે એક સામાન્ય બાબત ઘણી વખતે જિંદગીને અટકાવી દે છે ભટકાવી દે છે છતાં અંદરથી ઉદ્ભવેલ સંવેદના દરેક મોડ ઉપર મને અને તને હંમેશા મેળવતી રહેશે.

Love You Zindagi…

tarak-mehata
Tarak Mehta

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics