Sunday, November 22, 2020
Home Gujarati Sahitya Stories જજમેન્ટ - ગુજરાતી લેખ : સોનલ જાની "અવની"

જજમેન્ટ – ગુજરાતી લેખ : સોનલ જાની “અવની”

નેહા આજ રૂબલ જોડે સાંજે ગઇ ને મોડી આવી જજમેન્ટ શરૂ…
સમાયરા ને બોસે ઓફિસમાં એકલી બોલાવેલી ત્રણ કલાક એ લોકો એકલા હતા ઓફિસમાં જજમેન્ટ શરૂ…
કરીશ્મા ઓફિસથી આજ મોડી આવી એના સિવાય બીજુ કોઈ નહોતુ ત્યા જજમેન્ટ શરૂ…

આલોક જોડે મૈત્રી આજ કાર મા બેસીને આવી જજમેન્ટ શરૂ…


કબીર જોડે એના ઘરમાં સપના એકલી હતી કાલે જજમેન્ટ શરૂ…


કોઈને જજ કરવામાં આપણને જરાય વાર લાગતી નથી. આપણે આપણા વિચારો મુજબ અન્ય વ્યક્તિ ને જજ કરતા હોઈ છીએ. અન્ય વ્યક્તિ ને જજ કરવામાં આપણે ઘણુ બધુ ચુકી જતા હોઈએ છીઅે.મિત્રો કોઇને જજ કરતા આપણે વિચાર્યું છે કે આપણે કેટલા ટકા સાચા છીએ?નહી,બસ જજમેન્ટ ચાલુજ રાખીએ છીએ.આપણા વિચારોના જજમેન્ટથી સામેની વ્યક્તિ ના કરીઅર પર શું અસર પડે છે ,એના કેરેક્ટર પર શું ઈફેક્ટ થાય છે!!એની આપણને જરા પણ ચિંતા નથી.

રેખા નુ ઘર રુતુરાજની સોસાયટીમાં છે એટલે એની ગાડીમાં જોડે જાય છે.નિહારીકા દેખાવડી છે એમજ એને પરેશાન કરવા એનો બોસ ઓફિસમાં બોલાવી એની ઈમેજ ખરાબ કરવા માંગે બીજુ કંઈજ નથી એમની વચ્ચે. કલ્પના હમણાથી બહુ સ્ટ્રેસ માં રહેતી હતી એટલે કલ્પેશ એક મિત્ર તરીકે આજ એને ડિનર કરવા લઇ ગયેલો. સુરજ બહુજ હોશિયાર છે પરંતુ મા-બાપનો હાથ નથી એના માથે એટલે જરા બોલવામાં બતમીજી કરે છે.

આવા કારણો સુધી તો આપણે પહોચતાજ નથી.રેખા ને વારંવાર જજ કરવાથી એણે આત્મહત્યા કરી.રીટાએ પુરૂષ મિત્રો બનાવવાનુ છોડી દીધું. ઋજુતા કોઇ પણ પુરુષ મિત્ર ની ગાડીમાં ઓફીસ જવા બેસતી નથી.
આપણા જજમેન્ટ થી સામેવાળી વ્યક્તિ નું જીવન બદલાય જતું હોય છે શું તમને એવુ નથી લાગતુ!!
મહેરબાની કરીને પોતાના વિચારો મુજબ કોઈને જજ ના કરશો.એક વિચાર પોતાની જાતને પણ પુછજો કે શું મારૂ જજમેન્ટ યોગ્ય છે?? કોઈને આપણે સંપુણૅપણે ઓળખતા હોતા નથી.

સો પ્લીઝ સ્ટોપ જજીંગ ટુ એનીવન….

sonal jani

મારુ નામ જાની સોનલ છે ઉપનામ “અવની” છે.
કોલેજ ના સમય થી પુસ્તકો અને ગઝલ વાંચવાનું શરૂ કરેલુ.એ સમયથી જ સાહિત્ય માં રુચી જાગતા લખવાનું પણ શરૂ કર્યુ.
મને વાંચન અને લેખન નો શોખ છે.
હું શિક્ષક છું

1 COMMENT

  1. ખોટા જજમેન્ટ લેવાનુ છોડો.. અને તમારા જજમેન્ટ કોઇ ખોટા લેતા હોય તો એને અને એની ચિંતા ને છોડો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics