Monday, November 23, 2020
Home Gujarati Sahitya Stories વિજય રાજ્યગુરુ કૃત લઘુકથા સંગ્રહ – ભાગ 4

વિજય રાજ્યગુરુ કૃત લઘુકથા સંગ્રહ – ભાગ 4

લઘુકથાઓ નો સંગ્રહ (ભાગ 4) અંતર્ગત લેખક જયારે જયારે પણ લઘુ કથાઓ લખે છે ત્યારે ત્યારે અમારા અવલોકન પ્રમાણે તે પોતાની આસપાસ ની ઘટનાઓ ને પોતાના શબ્દો માં વર્ણવાની કોશિશ કરતા હોઈ છે.

આ પોસ્ટ ના ભાગરૂપે અમે આપણી સમક્ષ રજુ કરી રહ્યા છી એ પ્રખ્યાત લેખક શ્રી વિજય રાજ્યગુરુ કૃત લઘુ કથાઓ નો સંગ્રહ ભાગ 4

શ્રી વિજય રાજ્યગુરુ ની લઘુકથાઓ નો ભાગ 1 તમે અહીં વાંચી શકો છો અને ભાગ ૨ તમે અહીં વાંચી શકો છો, ભાગ 3 તમે અહીં વાંચી શકો છો.

વિજય રાજ્યગુરુ ની લઘુકથાઓ (રૂપેરી વાળ લઘુકથા સંગ્રહ માંથી)

આ ભાગ રૂપે આપ નીચે વર્ણવેલ લઘુ કથાઓ વાંચી અને આનંદ ઉઠાવી શકો છો:

હેં! ઓહ! – (વિજય રાજ્યગુરુ ની લઘુકથા)

અરસા બાદ હમણાં જ બન્ને ઓચિંતા ભટકાઈ પડશે. વલયના ધોળા વાળ સામે વિસ્મિતા તાકી રહેશે અને વલય તાકી રહેશે વિસ્મિતાના સ્થૂળ-બેડોળ શરીરને!

બન્નેને યાદ આવી જશે એ છેલ્લો સંવાદ…

વલય પરદેશ જઈ રહ્યો હતો. મુંબઈથી પ્લેન પકડવાનું હોવાથી ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યો હતો. ગાડી ઊપડી. મોડી પડેલી વિસ્મિતા વલયના ડબ્બા સુધી માંડ પહોંચી. ચીસ પાડીને એણે કહ્યુંઃ- ‘વલય, આઈ લવ યુ.’

વલય જવાબ વાળે તે પહેલા ગાડીએ ઝડપ પકડી. વલયના ઉઘાડા જ રહી ગયેલા હોઠમાંથી શબ્દ સર્યોઃ- ‘હેં!’
વર્ષો પહેલા અધૂરો રહી ગયેલો સંવાદ પૂરો કરવામાં વલય જરાય મોડું નહીં કરે. કારકિર્દી માટે ભાવના એક તરફ મૂકી દીધી હતી એ ખુલાસો પછી કરવાનું નક્કી કરી વલય સૌ પ્રથમ વિસ્મિતાનો હાથ પકડી લેતા કહેશે- ‘હું પણ તને ચાહતો હતો વિસ્મિતા! તું હજી એટલી જ રૂપાળી છો. સહેજ જાડી થઈ છો પણ માદક લાગે છે. આઈ લવ યુ. ટૂ…’
એ વખતે વિસ્મિતા શું કહેશે તેની તમને ખબર છે?

હાથમાંથી હાથ સરકાવી લેતા વિસ્મિતા પોતાનો સરકી ગયેલો ચાંદલો સરખો કરતા કહેશેઃ- ‘ઓહ!!!’

વસંતપંચમી – (વિજય રાજ્યગુરુ ની લઘુકથા)

આ પણ કેવો યોગાનુયોગ!

એક વસંતપંચમીની સવારે લોકલટ્રેનમાં બન્નેની આંખ પહેલીવાર મળી. અને એક વસંતપંચમીની સાંજે એમના પ્રેમનો કરુણ અંજામ આવ્યો. વસંત ચાલી ગઈ અને ડૂબતા સૂર્યના વિલાતા ઉજાસમાં તરબોળ પંચમ એકલો રહી ગયો.
એની પછીના વર્ષે કુમારી વસંત, વસંતપંચમીના દિવસે જ શ્રીમતી બહારે બની જવાની હતી.

આગલી રાતે પંચમ ઊંઘી ન શક્યો. કાળાડિબાંગ અંધકારમાં તરતો તે તારીખિયાં સુધી પહોંચ્યો. ઉપલું પાનું એક આંચકે ઉખાડી નાખ્યું. પછી નીચેનું વસંતપંચમીવાળું પાનું બન્ને હથેળી વચ્ચે ચોળી નાખ્યું. એનાં આંગળાંઓએ થઈ શકે એટલા ટુકડામાં વિભાજિત કર્યું. પછી એ ટુકડા મોંમાં નાખી દાંત વચ્ચે ચાવી-ચાવીને બનાવેલી ગોળી રાધા-કૃષ્ણના તારીખિયાં પર છોડી. તારીખિયાંને બહાર ફગાવી દીધું. એ પછી પણ એ ઊંઘી ન શક્યો.

વસંત સાથેની એની પ્રથમ મુલાકાત પછીની આજે ત્રીજી વસંતપંચમી છે. પંચમ વહેલી સવારે નીકળી પડ્યો. ફૂલની રંગીન છાપવાળાં તારીખિયાંનાં ફાટેલાં પાનાં એણે એકઠાં કર્યાં. દરેક પાનાં પર એણે ‘વસંત-પંચમી લખ્યું. સાંજે એ ઘેર ગયો. એક પૂંઠા પર કાળો ભમ્મરિયો સૂરજ ચીતરી એમાં ત્રણસો ને પાંસઠ પાનાં લગાડી દીધાં. દરેક પાનાનાં ‘વસંત-પંચમી’ શબ્દ પર એણે હળવેથી હાથ ફેરવી લીધો.ને પછી એ ઘસઘસાટ ઊંઘી ગયો.

ત્રણસો ને પાંસઠ વસંતપંચમીનું સામટું હાસ્ય પણ હવે એને જગાડી શકે એમ ન હતું!

કારણ – (વિજય રાજ્યગુરુ ની લઘુકથા)

‘મારા ઘરમાં વાળ નાખે છે ? વાળ?’- શાન્તિદેવીનો ગુસ્સો ફાટી પડ્યો.

કારણ જોવા જઈએ તો વાતમાં કશો માલ ન હતો. ઉપરના માળે રહેતી એની ભાડૂત માધુરીના માથાના વાળ પવનની બાંખ પર સવાર થઈને બરાબર નીચે શાંતિના રસોડામાં દૂધપાકમાં જઈને પડ્યા અને શાંતિનો ગુસ્સો વર્ષોથી ધૂંધવાતા જ્વાળામૂખીની જેમ ફાટ્યો.

શાંતિનું બસ એક જ રટણ હતું।..

‘મારા ઘર પર વાળ નાખે છે! રાંડ… વાંઝણી… મારા ઘર પર વાળ નાખે છે!!!’
માધુરીનો પતિ રાબેતા મુજબ ટૂર પર ગયેલો. માધુરી ચૂપ જ રહી. શાંતિને એના પતિએ નહીં જેવાં કારણ પર ધ્યાન ન આપવા કહ્યું તો એમનું પણ મોઢું તોડી લીધું. શાંતિ ન માની. વહેલી તકે ઘર ખાલી કરી જવાની ચેતવણી આપી, વર્ષોનો ઘર જેવો સંબંધ તોડીને જ એ નીચે ઊતરી. નીચે ઊતર્યા પછી પણ એ મોડે સુધી બબડતી રહી.

શાંતિના પતિને શાંતિના આટલા ગુસ્સાનું કારણ પકડમાં આવતું ન હતું. માધુરીના જે નિઃસંતાનપણા માટે શાંતિને સહાનુભૂતિ હતી તેના પર જ આજે એણે ધગધગતા ડામ ચોડ્યા હતા.
ઊંઘમાં પણ શાંતિદેવીને ચેન ન હતું. ટેબલલેમ્પનાં અજવાળે પુસ્તક વાંચતા શાન્તિના પતિ મન્મથરાયના કાને પત્નીનો ઊંઘરેટિયો બબડાટ પડ્યો. ‘વાળ નાખે છે, રાંડ, વાંઝણી, મારી શોક્ય! નજર નાખે છે…મારા વર પર, નજર નાખે છે!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics