Saturday, November 14, 2020
Home Gujarati Sahitya Stories ગુજરાતી નવલકથા - બોજ કુમળા ફૂલનો : દિલીપ ઘાસવાળા

ગુજરાતી નવલકથા – બોજ કુમળા ફૂલનો : દિલીપ ઘાસવાળા

રિવાનો આજે કોર્ટમાં ફેંસલો આવવાનો હતો.. છુટા છેડાનો. એ એકલી જ ગઈ..કારણકે એના મા બાપ એની લગ્નની વિરુદ્ધમાં હતા..

તરુણ અવસ્થામાં જ એક ટપોરી જેવા છોકરાને દિલ દઈ બેઠી.. પુરતી જાણકારી વગર છોકરો કોણ છે ? શું કરે છે? મા બાપ કોણ છે કેવા છે, જાણ્યા વગર જ શારીરિક આકર્ષણથી વશ થઈ ને ભાગીને લગ્ન કર્યા..

અને લગ્નના મહિનાઓ માં જ છોકરાએ પોત પ્રકાશયું..રોજ દારૂ પી ને આવવા લાગ્યો… સાસુ સસરા નણંદ ને તો એ દીઠી પણ ગમતી નહોતી..આ બાજુ મા બાપ પણ વિરુદ્ધમાં હતા..એટલે જંગ એકલે હાથે જ લડવાનો હતો..

મક્કમ બનીને છુટા છેડા નો કેસ કર્યો અને અલગ એકલી રહેવાનું શરૂ કર્યું…અને આજે એ ફેંસલો સાંભળવા એટલે જ એકલી આવી હતી. ને એને છુટા છેડા મળી પણ ગયા..કારણકે એના પતિ ને પણ એનાથી છૂટવું જ હતું..કારણકે એ ભ્રમર વૃત્તિનો પુરુષ હતો..

રિવા છુટા છેડાનો પત્ર લઈ ને ઘરે આવી..ને એને ઉલટી થવા લાગી…બાજુમાં રહેતા માસી જાણી ગયા કે એ બે જીવ ની થઇ છે..એમણે જ ડોક્ટરને બતાવવાની સલાહ આપી. ને એ જાતે જ એને લઈ ગયા… ડોક્ટરે પૂછ્યું, “નામ?”
“રિવા”
“પતિનું નામ ?”
“કાર્તિક”
“રહેવાનું ક્યાં?”
“રામનગર ચોકડી”
“આટલે દૂર તપાસ કરાવવા કેમ આવી?..જુઓ હું ગર્ભપાત નથી કરતો..”
“મારે ગર્ભપાત નથી કરાવવો..સાહેબ,જન્મ આપવો છે..મારા બાળક ને..!!!”
ડોક્ટરે પ્રેગનન્સી ટેસ્ટ કરી કનફર્મ કર્યું..અને દર મહિને તપાસ માટે આવવાનું કહ્યું..અને માસી જોડે રિવા ઘરે આવી.

માસી એ કહ્યું કે “તારે બાળક ન જોઈતું હોય તો…”રિવાએ કહ્યું , ” માસી ના..મારે ગર્ભપાત નથી કરાવવો..ભલે હું છૂટાછેડા વાળી છું…”
“પણ તારો વર તો તદ્દન લોફર જેવો ને ટપોરી છે એની સાથે ફરી સંસાર માંડીશ?”
“ના માસી…એ તો મારા માટે નરાધમ છે..એણે જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે..મેં જ ભૂલ કરી છે..મારા માતા પિતાની વાત નહિ માની એની સજા ભોગવું છું..”

“તારા ઘણી ને ફરી બોલાવવો છે?”

“ના માસી એણે તો મારા જેવી બીજી કુમળી કળી ને પકડી લીધી છે..એટલે જ એણે છુટા છેડાનો વિરોધ ના કર્યો..મને ખબર છે બધી…માસી તમે પણ એકલા છો તો મારા ઘરે તમે જ આવી જાવ મા બની ને..

હું ઘરે ટ્યૂશન કરી ને આપણા બન્ને નું પૂરું કરીશ..” અને માસી ના ન પાડી શક્યા.. અને એમણે દીકરીની જેમ એની કાળજી લેવા માંડી.. અને જોત જોતામાં એ ઘડી આવી ગઈ..એને સુંદર મઝાનો દીકરો અવતર્યો..માસી એકલા જ સેવા કરતા જોઈ ને ડોક્ટરે પૂછ્યું..,” માફ કરજો પણ હું કેટલા દિવસ થી જોવ છું કે તમે દર મહિને એકલા જ આવતા હતા.. અને આજે પણ દીકરા ને જોવા એનો બાપ કે કોઈ નથી આવ્યું.

શા માટે…એનો બાપ જીવે તો છે ને..??

અને રિવાએ ધગધગતા અંગારા જેવો જવાબ આપ્યો..,” હા… એનો બાપ મરી ગયો છે..પણ મારા માટે…મેં ભાગી ને લગ્ન કર્યા હતા એટલે મારા મા બાપ પણ…” કહી ડૂસકું મૂક્યું..ડોકટર આશ્ચર્ય પામી ગયા…અને પૂછ્યું, ” તો પછી તેં આ બાળકને જન્મ કેમ આપ્યો..? હવે આખી જિંદગી આ પથ્થરનો બોજ ઉઠાવી જિંદગી વિતાવશે?.?”

રિવા એ સ્વસ્થ થઈ કહ્યું, ” ડોકટર સાહેબ, આ બોજો પથ્થર નો નથી પણ ફુલનો છે..અને હું આખી જિંદગી એ ઊંચકીશ..ભલે મારો પતિ નરાધમ નીકળ્યો..બેવફા નીકળ્યો..પણ મેં તો એને સાચા દિલથી જ પ્રેમ કર્યો છે..મેં એને એટલા માટે માફ કર્યો કે એણે મને પ્રેમની નિશાની તો આપી છે..મારે એની પાસે ભરણ પોષણ પણ નથી જોઈતું.. આ બોજને ફૂલની હળવાશથી લઈને એને ઉછેરીશ..”

માસીએ કહ્યું, ” દીકરી તું હવે એકલી નથી.. ફુલના બોજને ઊંચકવા માટે..એની સૌરભ માણવા માટે જો કોણ આવ્યું છે?!!” અને રિવા એ જોયું તો એના મમ્મી પપ્પા એને સ્વીકારવા આવ્યા હતા..એની આંખો આંસુથી ઉભરાઈ ગઇ… દોડીને મમ્મીને પગે લાગી ને કહેવા લાગી…

“મા મને માફ કરી દે…મેં મોટી ભૂલ કરી છે”

પપ્પા એ એને ઉભી કરીને કહ્યું…”લાવ આટલા દિવસ સુધી દૂર રહી અમારા થી એનું વ્યાજ લાવ..!!!!”
અને રિવાએ નાનકડું ફૂલ મમ્મી પપ્પાના ખોળા માં મૂકીને ખૂબ રડી…ને કહ્યું..” આ બોજ ઉઠાવવામાં આ માસીનો પણ એટલો જ ફાળો છે…માસીની કોઈ નથી..એમને પણ આપણી સાથે લઈ જઈએ..”

અને એણે નવજાત બાળકને ચૂમી ભરી ને કહ્યું; “હવે થી આ જ મારી જિંદગીનો સહારો..”
અને બધાએ ભેગા મળીને ફૂલ જેવા હળવા બોજને ભારપૂર્વક ઊંચકી લીધો..

dilip-ghaswala-author-gujarati-sahitya
દિલીપ ઘાસવાળા

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics