Monday, January 18, 2021
Home Gujarati Sahitya Stories અભણ દીકરો કે માતા - લઘુકથા

અભણ દીકરો કે માતા – લઘુકથા

ગુજરાતી લઘુકથા

દીકરા નું 10 માં નું પરિણામ આવ્યું….
પપ્પા બોલ્યા વાહ બેટા સરસ….

રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માં
લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો,

ગુજરાતી લઘુકથા

એ સાંભળે છે ?
આપણો દીકરો 10 માં ધોરણ માં
90% અને 98 pr સાથે પાસ થયો છે…

તેની પત્ની દોડતી-દોડતી આવી..
બોલી બતાવો મને પરિણામ !
દીકરો બોલ્યો એ ENGLISH માં છે,

મમ્મી તું #અભણ છે ને,
તું રેવા દે, તને નઈ ખબર પડે..

માં ની આંખ છલકાઈ ગઈ પણ
બિચારી કઈ બોલી ના શકી..
ત્યારે તેના પપ્પા બોલ્યા;

બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં
તારી મા ને ગર્ભ રહ્યો હતો,

મેં કહ્યું ચાલ #abortion કરવી લઈએ,
હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો,
કારણ કે તે #અભણ છે,

તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને
પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે #અભણ છે…

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા
એ પોતે 5 વાગ્યે જાગી ને તારા માટે
તને ભાવતો નાસ્તો બનાવતી ,
કારણ કે તે #અભણ છે…

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય
ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી,
તને ગોદડું ઓઢાડી
તારો મોબાઈલ ચાર્જ માં મૂકી,
હળવેક થી બત્તી બંધ કરી દેતી,
કારણ કે તે #અભણ છે…

આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ
તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે #અભણ છે…
તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે
અને સવારે વળી પાછી પોતાના
કામ માં વળગી જાય,
કારણ કે તે #અભણ છે…

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે
સસ્તી સાડી માં ચલાવી લેતી,
કારણ કે તે #અભણ છે….

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો
સ્વાર્થ દેખાય, પણ તારી મા એ
આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો,

તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક
પોતે જમતા ભૂલી જતી….

તેથી હું ગર્વ થી કહું છું કે મારી
જીવનસંગીની #અભણ છે…

દીકરો આટલું સાંભળી રડી પડ્યો
અને બોલ્યો: માં હું તો માત્ર કાગળ પર જ
90% લાવ્યો છું,
પણ મારા જીવન ને 100% બનાવનારી
પ્રથમ શિક્ષક તું છે…

અને જે શિક્ષક નો વિદ્યાર્થી 90%
લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે
એ તો હું વિચારી જ ન શક્યો…
માં આજે 90% સાથે પણ હું #અભણ છું,

અને માં તારી પાસે આજે
PHD થી પણ ઉંચી ડિગ્રી છે…
કારણ કે આજે મેં #અભણ માં ના સ્વરૂપ માં ડોક્ટર
શિક્ષક સારી સલાહકાર (વકીલ)
મારા કપડાં ને સિવતી ડિઝાઈનર
અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે….

  • Nishit Kansara

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics