જીવી ગયો એ દીવસો દુષ્કર ઘણા હતાં
ઝખ્મો બહાર કરતાં અંદર ઘણા હતા
એકાદ બારણુંયે ભૂલથી ખુલ્યું નહી
બાકી હું તરફડ્યો જ્યાં ત્યાં ઘર ઘણાં હતા
જેમાં પરાણે એક જ શ્રીફળ સમાતું ન્હોતું
એ એક ગોખલામાં ઇશ્વર ઘણા હતા
પંપાળનાર માથુ મા એકલી હતીને
માથામાં વાગનારા પથ્થર ઘણાં હતા.