Friday, November 13, 2020
Home Gujarati Sahitya Poems ગુજરાતી ગઝલ સંગ્રહ - દિલીપ ઘાસવાળા ની 5 અણમોલ ગઝલો (ભાગ 1)

ગુજરાતી ગઝલ સંગ્રહ – દિલીપ ઘાસવાળા ની 5 અણમોલ ગઝલો (ભાગ 1)

રંગ ગુજરાતી પ્રસ્તુત ગુજરાતી સાહિત્ય ની 5 અણમોલ ગઝલો જેના રચયિતા છે શ્રી દિલીપ ઘાસવાળા. અહીં આપણા સુધી રજૂ કરવામાં આવેલી એ 5 ગઝલોની માહિતી નીચે મુજબ છે:

  1. જત જણાવવાનું….
  2. સાંભળે છે માં….
  3. ડૂસકે ચડી છે….
  4. સમજી લીધી….
  5. વસેલી છે….

તો આવો મિત્રો આ અદભુત ગઝલો નો આનંદ માણીયે.

ગુજરાતી ગઝલ : જત જણાવવાનું

જત જણાવવાનું સખી, જો પ્રેમનાં પુષ્પો ઝરે,
સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે.

વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી,
મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે.

શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને.
પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે.

મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો,
લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે.

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,
હારની પીડા ખમી લે- તે જ ઊંચે સંચરે.

ગુજરાતી ગઝલ : સાંભળે છે માં

કોણ કહે છે , તું નથી? સપને મળે છે મા ,
સર્વ આધિ વ્યાધિ ઉપાધી ટળે છે મા .

જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા ;
એક ચિત્તે વાત મારી સાંભળે છે મા .

લોહીના આંસુ વહાવે એક મા જ્યારે ,
દીકરો હોવા છતાં પણ ટળવળે છે મા .

ઘર અમારું રોશનીથી ઝળહળે કાયમ ,
રાત દી’ આઠે પ્રહર રોજ બળે છે મા .

શક્ય ક્યાં છે ઇશનું મળવું બધાને અહીં??,
એટલે ઈશના સ્વરૂપે અહીં મળે છે મા .

ખળભળાવી નાખતી આ યાદ ખૂંચે છે ,
જો છબીથી વહાલ તારું ઝળહળે છે મા .

હું હૃદયથી જો સ્મરું મા એક પળ માટે ,
સર્વ દેવી દેવતા આવી ભળે છે મા.

ગુજરાતી ગઝલ : ડૂસકે ચડી છે

બનીને સતિ, એ ચિતાએ ચડી છે.
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.*

નથી ઝુલ્ફ ની લટ કપાળેથી હટતી,
જે નટખટ બની ખુબ માથે ચડી છે.

ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે.
પ્રણયમાં હજી ઠેસ ઝૂલે ચડી છે.

ફૂટે માનવી માટલી જોઇ પહેલાં,
પનીહારિ કૂવાને કાંઠે ચડી છે.

ગઝલ હો કે કાવ્યો સજાવું તને બસ.
જૂઓ, વાત હૈયાની હોઠે ચડી છે.

સમંદર એ ખેડી શકે છે. સરળ છે.
ગરમ રેતમાં હોડી હાંફે ચડી છે.

પરિષદ ભરાતી ફૂલોની “દિલીપ” જો,
વસંતોની ઉમ્મીદ આંખે ચડી છે.

ગુજરાતી ગઝલ : સમજી લીધી

જિંદગી ને જીવવાની ફિલસુફી સમજી લીધી* ,
મોત વેળાની અમાનત પારકી સમજી લીધી,

સાકીએ જે જામ માં આપી મદિરા પી લીધી,
ઉપદેશાતી ક્ષણો ને આખરી સમજી લીધી

હોઠ પરની વાત હૈયા ને કહી દીધી અને,
એમણે આ લાગણી ને શાયરી સમજી લીધી;

આપતા તો આપી દીધું દિલ આ મારું તને,
સાવ સાદી વાતને તે માંગણી સમજી લીધી,

તરબતર થઇ દોડે છે તું મારી રગરગ માં “દિલીપ”.
લોહી નિતરતી લીલી છમ લાગણી સમજી લીધી;

ગુજરાતી ગઝલ : વસેલી છે

હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે.

નથી ભુલ્યો હજી હું એનું ઘર એની ગલી રસ્તો.
કે એના ઘરની સામે એ જ બસ જૂહી ચમેલી છે.

ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખુલેલી છે.

અધર બિંબ લાલ એના, કાળી ઝુલ્ફો, ગાલ પર ખંજન;
ચમનની અધ ખીલી કળીઓ બધી એની સહેલી છે.

કે ભીના વાળ સૂકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઈને મુજને નજર એની ઝુકેલી છે.

ફકત્ત એક વાર જોઈ એને મારું દિલ નથી ભરાતું,
હવે બસ પામવા એને તમન્નાઓ વધેલી છે.

dilip-ghaswala-author-gujarati-sahitya
દિલીપ ઘાસવાળા

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics