સુરેન્દ્રનગર નું કોરોનાકરણ અંતર્ગત અમે આપને અત્યાર સુધી સુરેન્દ્રનગર માં આવેલા કોરોના ના કેસ ની માહિતી આપવા જઈ રહ્યા છીએ. વાંચો સુરેન્દ્રનગર માં બનેલી ઘટનાઓ ના ગુજરાતી સમાચાર.
આ પોસ્ટ ને બુકમાર્ક કરી ને રાખો. અહીં અમે સુરેન્દ્રનગર ને લગતા કોરોના વાઇરસ ના ગુજરાતી સમાચાર સમયાંતરે અપડેટ કરતા રહીયે છીએ.
આ સાથે જોઈ લો સૌરાષ્ટ્ર નો કયો જિલ્લો કોરોનમુક્ત થવા પણ જઈ રહ્યો છે. અહીં ક્લિક કરો વાંચવા માટે
સુરેન્દ્રનગર ની કોરોના વાઇરસ ની સંપૂર્ણ માહિતી
તો મિત્રો કોરોના વાઇરસ થી સંક્રમિત દર્દી ઓ ને સુરેન્દ્રનગર માં બસ સ્ટેશન ની સામે સ્થિત શ્રી મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે દાખલ કરવા માં આવે છે. ગાંધી હોસ્પિટલ ખાતે એક અલાયદી જ ક્વોરેન્ટાઇન ફેસેલિટી ઉભી કરવા માં આવેલી છે જેની તસવીરો આપ નીચે જોઈ શકો છો.
લગભગ આજ થી ૩૦ દિવસ પહેલા એટલે કે તારીખ ૨૪ એપ્રિલ ના રોજ આવેલું દર્દીનું નામ ગોગાભાઇ બાવળીયા અને ઉમર ૬૧ વર્ષ હતી. ગોગાભાઇ ની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ ની રહેલી એવું કહેવા માં આવતું હતું. ગોગાભાઈ ટ્રક ડ્રાઈવર હોવાથી તેઓ બોટાદ થઇ ને સુરેન્દ્રનગર જિલ્લા ના થાન ગમે આવેલા જ્યાં તેમનું રહેણાંક મકાન છે.
જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ સાહેબ ના જણાવ્યા અનુસાર જે દર્દી ઓ ને આઇસોલેશન વોર્ડ માં દાખલ કરવા માં આવે છે તેઓને નીચે મુજબ નો ખોરાક દરરોજ આપવા માં આવતો:
- સવારે 6.30 વાગ્યે – ચા બિસ્કીટ
- સવારે 9 વાગ્યે – ચા (ઢોકળા/ પોહા / ઇડલી-સંભાર / ઉપમા)
- 11 વાગ્યે – મગ નું પાણી
- બપોરે 1 વાગ્યે – લંચ
- બપોરે 3 વાગ્યે – કેળા
- 4 વાગ્યે – ચા સાથે કૂકીઝ
- 5 વાગ્યે – સેન્ડવિચ
- 6 વાગ્યે – તુવેર દાળ નું પાણી
- ૮ વાગ્યે – ડિનર
- ૧૧ વાગ્યે – ચા સાથે બિસ્કિટ

ગોગાભાઇ ને જયારે ૨૪ એપ્રિલ ના રોજ ગાંધી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા એના ઠીક ૬ દિવસ પછી એટલે કે ૩૦ એપ્રિલ ના રોક સૌપ્રથમ વાર એમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવેલો હતો અને જિલ્લા માં પ્રથમ કોરોના કેસ ગણતરી ના દિવસો માં જ સાજો થઇ ગયેલો.
સુરેન્દ્રનગર માં જયારે ૧ કેસ આવી ગયો હોવાથી જિલ્લા ને ઓરેન્જ ઝોન માં મૂકી દેવામાં આવેલો જેમાં ઘણા બધા રિસ્ટ્રિકશન લગાડવા માં આવેલા અને પોલીસ મિત્રો ટેથટ જાગૃત તંત્ર ની મદદ થી નિયમો નું સંપૂર્ણપણે પાલન કરવા નો આગ્રહ રાખવામાં આવી રહ્યો હતો. એટલું જ નહિ પોલીસ મિત્રો ની દિવસ રાત અથાક ડ્યૂટી પણ વખાણવા લાયક છે.
તારીખ ૨ મે – ૨૦૨૦ ના રોજ જયારે ગોગા ભાઈ ને દવાખાના માંથી રાજા આપી દેવામાં આવી હતી તેમ છતાં જિલ્લો જયારે ઓરેન્જ ઝોન માં જ રહ્યો હતો ત્યારે કલેકટર સાહેબે ચોખવટ પણ કરી હતી કે કોરોના દર્દી ને હોસ્પિટલ થી રજા અપાયા પછી ૨૧ દીવસ સુધી જીલ્લામાં એક પણ કેસ નહીં નોંધાય તો જીલ્લા ને ગ્રીનઝોન મા સ્થાન મલે છે.
હવે પછી તારીખ પ્રમાણે જોતા જાય કે કઈ તારીખ ના રોજ સુરેન્દ્રનગર માં કોરોના ને લગતી કઈ ઘટના બનેલી:
તારીખ 26 જૂન, 2020
આજે કુલ 4 પોઝિટિવ કેસ સામે આવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
- 19 વર્ષ ના મહિલા – લખતર તાલુકા ના તલસાણા ગામથી
- 25 વર્ષ ના પુરુષ – વિવેકાનંદ 2 સોસાયટી નવા જંક્શન રોડ પર
- 22 વર્ષ ના પુરુષ – અલકાપુરી ચોક પાસેથી
- 74 વર્ષ ના પુરુષ – હાડીમાં રોડ વઢવાણ સીટી
ઉપર જણાવેલ પોઝિટિવ કેસ ની સાથે સાથે આજે કુલ 6 દર્દીઓ ને રજા પણ આપવામાં આવી છે. કલેકટર સાહેબે દ્વારા તેની માહિતી પુરી પાડવામાં આવી છે જે નીચે પ્રેમને છે.
તારીખ 25 જૂન, 2020
આજના દિવસે 2 પોઝિટિવ કેસ તથા 2 દર્દીઓ ને ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતેથી રજા આપવામાં આવેલી છે. પોઝિટિવ આવેલ કેસ ની માહિતી નીચે મુજબ ની છે.
- સ્ત્રી – ઉંમર 63 વર્ષ – નવા જંક્શન રોડ પર
- પુરુષ – ઉંમર 55 વર્ષ – જેક એન્ડ જીલ હોસ્ટેલ પાસે, 60 ફુટ નો રોડ.
તારીખ 24 જૂન, 2020
આજ રોજ્જ 1 પોઝિટિવ કેસ જવાહર ચોક પાસે ના વિસ્તાર માંથી મળી આવેલ છે જયારે આજના દિવસે કુલ 4 દર્દીઓ ને રજા આપવામાં આવી હતી. તેની માહિતી નીચે મુજબ છે.
તારીખ 23 જૂન, 2020
આજના દિવસે કુલ 4 દર્દીઓ મળી આવ્યા સાથે સાથે 2 દર્દીઓ ને હંધી હોસ્પિટલ ખાતે થી રજા પણ આપવામાં આવી છે.
તારીખ 22 જૂન, 2020
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સાહેબ દ્વારા જણાવાયા મુજબ આજે કુલ 5 દર્દીઓ ને રજા આપવામાં આવી.
તારીખ 21 જૂન, 2020
આજરોજ અવધ પાર્ક સોસાયટી માં એક પોઝિટિવ કેસ મળી આવેલ હતો. (પુરુષ – ઉંમર 30 વર્ષ)
તારીખ 19 જૂન, 2020
આજ રોજ લીંબડી તથા સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારોમાંથી 1-1 કેસ મળી આવેલ છે જયારે આજે 2 દર્દીઓને રાજા પણ આપવામાં આવેલ છે.
તારીખ 18 જૂન, 2020
આજ રોજ વિરમગામ ના એક દર્દી સજા થઇ જતા તમને રજા આપવામાં આવેલી
તારીખ 17 જૂન, 2020
આજના દિવસે કુલ 2 નવા કેસ નોંધાયા છે તથા સાથે સાથે 4 નવા કેસ પણ જિલ્લા ખાતે નોંધાયા છે.
તારીખ 16 જૂન, 2020
આજના દિવસે કુલ 2 નવા કેસ નોંધાયા છે.
તારીખ 15 જૂન, 2020
આજના દિવસે કુલ 6 દર્દીઓને રજા આપવામાં આવી છે.
સાથે સાથે બીજા બે લોકો ના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.
તારીખ 14 જૂન, 2020
આજના દિવસે કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા જેમાં જોરાવરનગર સ્થિત ડો. શૈલેષ ચાંપાનેરિયા અને તેમના પરિવાર નો પણ સમાવેશ થાય છે.
તારીખ 13 જૂન, 2020
આજના દિવસે 38 વર્ષના મહિલા તથા 42 વર્ષ ના પુરુષ નો લીંબડી ખાતેથી કોરોના પોઝિટિવ આવેલ.
તારીખ 11 જૂન, 2020
2 દર્દીઓ સજા થઇ ને ઘરે ગયા તેમજ આજના દિવસે કુલ 136 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ ના રિપોર્ટ્સ નેગેટિવ આવેલા હતા.
તારીખ 10 જૂન, 2020
આજ રોજ 2 દર્દીઓ સજા થયેલ અને કુલ 3 દર્દીઓ નવા મળી આવેલ હતા જેમને ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તારીખ 9 જૂન, 2020
આજરોજ 80 ફૂટ ના રોડ પાર એક 79 વર્ષ ના મહિલા નો કોરોના પોઝિટિવ આવ્યો તથા 2 દર્દીઓને દવાખાને થી રાજા આપવામાં આવી.
તારીખ 8 જૂન, 2020
આજરોજ હેતલબેન ને ગાંધી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલી હતી. તેમના દ્વારા ગાંધી હોસ્પિટલ ના ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા જે મહેનત અને સેવા કરવા માં આવતી એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
તારીખ 7 જૂન, 2020
આજે 2 દર્દીઓને રજા આપવામાં આવી અને આજે નીચે જણાવ્યા પ્રમાણે પોઝિટિક કેસ મળી આવ્યા હતા
- 3 કેસ વઢ્વાણ માંથી
- 1 ચુડા
- 1 ધ્રાંગધ્રા
- 1 શિયાની (ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ)
કુલ આજના એક જ દિવસ માં સુરેન્દ્રનગર ખાતે 6 કેસ નોંધાયેલ.
તારીખ 6 જૂન, 2020
આજના દિવસે કુલ 7 દર્દીઓએ મહામારી ને માટે આપીને ઘરે પરત ફર્યા તથા સાથે સાથે વિરમગામ માંથી 2, લીંબડી માંથી પણ 2 અને સુરેન્દ્રનગર માંથી 1 પેશન્ટ મળ્યા જે હુસેન ત્રિવેદી ના સંપર્ક માં આવેલ હતા.
તારીખ ૫ જૂન, ૨૦૨૦
સુરેન્દ્રનગર ની સંગાથ હિલ એપાર્ટમેન્ટ અને વઢવાણ ની અંબિકા સોસાયટી માંથી ૧ – ૧ કેસ મળી આવ્યા છે. મતલબ કે કુલ ૨ કેસ મળ્યા.
અત્યારે તેમને હંધી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેની નોંધ લેવી.
તારીખ ૪ જૂન, ૨૦૨૦
આજરોજ ૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા અને થાનગઢ ના બે કોરોના વાઇરસ ના દર્દીઓ ને ગાંધી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

તારીખ ૩ જૂન, ૨૦૨૦
૨ મોટી ઉમર ના દર્દીઓ ધંધુકા અને મુળી તાલુકા ના નળિયા ગામથી મળી આવ્યા . જેમાં ધંધુકા ના દર્દી ને અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ છે.
તારીખ ૨ જૂન, ૨૦૨૦
અમીષ ફિરોઝ હિરાણી જે મહેતા માર્કેટ માં પોતાની દુકાન ધરાવે છે તેમનો કોરોના પોઝિટિવ આવ્યો.
રતનપર જંબુદીપ સોસાયટી માં (જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળ) એક જ પરિવારના બે સભ્યો (પતિ પત્ની) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
સુરેન્દ્રનગર ના પ્રખ્યાત નવકાર ન્યુઝ દ્વારા પણ આ માહિતી ને કવરેજ આપીને ખુબ જ અગત્યની માહિતી એમના ટ્વીટર હેન્ડલ પર શેર કરાઈ હતી. જેમાં તેઓ એ મહેતા માર્કેટ ની દુકાન અને રતનપર ના કિસ્સા નો ઉલ્લેખ કરેલ છે.
આ સાથે આજે ૩ દર્દીઓ ને ગાંધી હોસ્પિટલ ખાતે થી રાજા પણ આપવામ આવેલી.
તારીખ ૧ જૂન, ૨૦૨૦
જોરાવરનગર માં અમદાવાદ થી આવેલા એક બહેન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જેઓ ને સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.
તારીખ ૩૧ મે, ૨૦૨૦
જોરાવરનગર, પાટડી એમ કુલ મળી ને વધુ ૫ કેસ જોડાયા છે. સુરેન્દ્રનગર માં કુલ આંક પહોંચ્યો છે ૩૯.
તારીખ ૩૦ મે, ૨૦૨૦
આજરોજ સવારે બે કોરોના ના દર્દીઓ એ કોરોના ને મહંત આપી અને રિકવર થઇ ને ઘરે ગયા.
અને બીજા બે નવા દર્દી ઓ મળી આવ્યા જેમાં એક કેસ લખતર તાલુકા ના ઢાંકી ગામ નો તથા બીજો કેસ ચુડા તાલુકા ના ખાંડીયા ગામે થી મળી આવ્યો હતો.
તારીખ ૨૯ મે, ૨૦૨૦
૪ દર્દી ઓ કોરોના ને મહાતઆપી ને સજા થયા જેમનો ૯ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલો.
અલ્કાબેન ચાવડા ઉંમર ૨૭ વર્ષ નો કોરોના પોઝિટિવ આવ્યો તેઓ ઝેઝરા ગામ ના છે જે દસાડા તાલુકા માં આવેલ છે.
તથા આજના દિવસે જિલ્લામાંથી ૧૩૦ જેટલા સેમ્પલ રેન્ડમલી કલેક્ટ કરવામાં આવ્યા.
તારીખ ૨૮ મે, ૨૦૨૦
મુસ્તાક ચૌહાણ કે જે શીંગદાણા ના વેપારી છે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. ઉંમર ૬૩ વર્ષ ગામ ધ્રાંગધ્રા.
તારીખ ૨૭ મે, ૨૦૨૦
૩ કેસ ઈસદ્રા, કોંઢ અને જેગડવા ગામ માંથી જયારે ૧ કેસ અખિયાના ગામ થી નોંધાય છે.
તારીખ ૨૬ મે, ૨૦૨૦
નડાળા ના દલસુખ ભાઈ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.
તારીખ ૨૪ મે, ૨૦૨૦
થાનગઢ ગામ થી કોરોના ના ૨ પોઝિટિવ કેસ મળ્યા. બંને મહિલાઓ. એક ની ઉંમર ૩૯ વર્ષ જે મુંબઈ થી આવેલ અને એક ની ઉંમર ૧૬ વર્ષ જે અમદાવાદ થી આવેલ.
તારીખ ૨૩ મે, ૨૦૨૦
બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા જેમાં એક ૧૯ વર્ષ નો છોકરો વઢવાણ ના હુડકો વિસ્તાર માંથી અને એક બહેન લખતર તાલુકા ના તાવી ગામ થી . છોકરો રાજકોટ થી આવેલ જયારે મહિલા મુંબઈ થી આવેલા હતા.
તારીખ ૨૧ મે, ૨૦૨૦
દાલમિલ રોડ પર ૫૬ વર્ષ ના મહિલા નો કોરોના પોઝિટિવ આવ્યો જે મુંબઈ થી આવેલા.
બીજા ૪ સેમ્પલ ઓઝીટીવ મળ્યા જેમાં ૩ મુળી તાલુકાના અને એક અખ્તર તાલુકા ના દર્દી નો સમાવેશ થતો હતો
તારીખ ૨૦ મે, ૨૦૨૦
૩ પોઝિટિવ દર્દી ઓ સાયલા તાલુકા ના શેખપર અને સુદામડા ગમે થી મળી આવ્યા ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ ની હતી.
૨ પોઝિટિવ દર્દી મુળી તાલુકા ના ઉમરડા ગમે મળી આવ્યા. કુલ ૫ કેસ માયા હતા આજના દિવસે
આ દિવસે કુલ ૩૦૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવેલા હતા.
તારીખ ૧૯ મે, ૨૦૨૦
કોરોના ના ૨ દર્દીઓ ને દવાખાના માંથી રાજા આપવા માં આવી. (મુળી વાળા)
તારીખ ૧૮ મે, ૨૦૨૦
રતનપર, નડાળા અને સાયલા પંથક માં બીજા ૫ નવા કે મળ્યા જે પુણે, મુંબઈ અને અમદાવાદ થી આવેલ.
તારીખ ૧૭ મે, ૨૦૨૦
મુંબઇથી આવેલ નડાલા ગામના ૪૫ વર્ષના દલસુખભાઇ ને કોરોના પોઝિટિવ આવ્યો.
તારીખ ૧૫ મે, ૨૦૨૦
ભાવનાબેન કે જે ૯ તારીખે પોઝિટિવ આવેલ અસુંદરાળી ગામના બહેન ના દીકરી હતા એમને કોરોના પોઝિટિવ આવ્યો.

તારીખ ૧૩ મે, ૨૦૨૦
વિરમગામના કોરોના ના દર્દી મુસ્તાકભાઈ નું ગાંધી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને બી.પી. – કિડની ની બીમારી તથા બાયપાસ કરાવેલી હતી.
શ્રી મુસ્તાકભાઈની પત્નીનું કોરોના પોઝિટિવ આવ્યો. તે સુરેન્દ્રનગરની એમ.જી. સ્મારક હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી.
તારીખ ૧૧ મે, ૨૦૨૦
વિરમગામ ના મુસ્તાક ભાઈ ને ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જેમની ઉંમર ૬૫ વર્ષ હતી. જે કોરોના પોઝિટિવ હતા.
તારીખ ૯ મે, ૨૦૨૦
મુળી તાલુકા ના અસુંદરાળી ગમે કોરોના ના બે પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં ૪૬ વર્ષ ના એક બહેન અને ૧૩ વર્ષ ના એક બાળક નો સમાવેશ થતો હતો બંને ને ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવા માં આવેલા.
અસુંદરાળી ગામ માં કોરોના ના કેસ આવતા ગામ ને કંટેનમેન્ટ ઝોન માં ફેરવી નાખવા માં આવેલું.
( વધુ વિગતો બીજા પેજ પર વાંચો )
ખુબજ સરસ માહિતી આપવામાં આવેલી છે. આભાર રંગ ગુજરાતી
વિગતવાર માહિતી ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે
આભાર
Gujarati barabar lakho ,,ઢોકળા
ચા કુકીઝ
મગ નું પાણી
.કલાકે કલાકે તો માણસો ઘરે ય નહિ ખાતા હોય
માહિતી બરાબર
Gujarati barabar lakho ,,ઢોકળા
ચા કુકીઝ
મગ નું પાણી
.કલાકે કલાકે તો માણસો ઘરે ય નહિ ખાતા હોય
ભૂલ ગોતવા માટે આભાર અને સવાલ વગર ની વાત છે ઘરે ના જ ખાતા હોઈ કારણકે ઘરે બેઠા કોરોના નો ચેપ ના લાગ્યો હોઈ
ભૂલ ગોતવા માટે આભાર અને સવાલ વગર ની વાત છે ઘરે ના જ ખાતા હોઈ કારણકે ઘરે બેઠા કોરોના નો ચેપ ના લાગ્યો હોઈ