સુરેન્દ્રનગર જિલ્લા માં કોરોના નો કહેર પ્રસરી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીં ના અહેવાલ મુજબ જિલ્લા માં આજે વધુ ૬ કોરોના ના દર્દીઓ નોંધાયા છે. આ તમામ દર્દીઓ ને હાલ માં સુરેન્દ્રનગર માં બસ સ્ટેશન પાસે સ્થિત ગાંધી હોસ્પિટલ માં દાખલ કરાયા છે.

આજે સુરેન્દ્રનગર ખાતે પોઝિટિવ આવેલ દર્દી ઓ ની યાદી:
૧. દક્ષાબેન એમ. સોલંકી 25 વર્ષ ગામ ચુડા
૨. ઈશ્વરભાઈ ટી. સોલંકી 28 વર્ષ ગામ બલાલા. તા: ચુડા
૩. મેઘાભાઈ વી. ગમારા 55 વર્ષ ગામ ઈસદ્રા તા :ધ્રાંગધ્રા
૪. મીનાબેન પી. રાઠોડ 25 વર્ષ ગામ જેગડવા. તા :ધ્રાંગધ્રા
૫. કરણકુમાર ટી. વિઠલાપરા 19 વર્ષ ગામ અખિયાણા. તા :પાટડી
૬. અક્ષયસિંહ વી. ઝાલા. ગામ કોંઢ તા : ધ્રાંગધ્રા
આજે સવારે ૦૯:૪૫ વાગ્યા આસપાસ જિલ્લા કલેકટર શ્રી કે. રાજેશ દ્વારા ઓફિશિયલી ટ્વિટર પર જાણકારી આપવામાં આવી છે.
ઉપર ની ટ્વીટ માં કલેક્ટર સાહેબ જણાવે છે કે ૩ કેસ ઇસધરા, કોંઢ અને જેગડવા માંથી આવેલ છે જે ધ્રાંગધ્રા ના તાલુકા છે અને ૧ કેસ પાટડી તાલુકા ના અખિયાના ગામ થી નોંધાયેલ છે. આ ઉપરાંત ચુડા તાલુકા ના બળાલા ગામ માંથી પણ કોરોના ના ૨ કેસ સામે આવેલ છે.
પોઝિટિવ આવેલા તમામ કેસ ની ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામ ની રહેલી છે. આ સાથે સુરેન્દ્રનગર માં કોરોના ના દર્દીઓ નો કુલ આંક ૩૦ સુધી પહોંચી ગયો છે જેને ધ્યાન માં લેતા સમગ્ર શહેરીજનો માં અફડાતડફડી વ્યાપી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લા માં કોરોના નો કહેર પ્રસરી રહ્યો છે. જે ખરેખર ચિંતા નો વિષય બનતો જાય છે
એની સાથે સાથે એક સારા સમાચાર એ પણ છે કે જિલ્લા કલેકટર સાહેબે જણાવેલું કે આજે કુલ ૫ કોરોના ના દર્દી ઓ આ મહામારી સામ રોગ ને માત આપી ને સજા પણ થઇ ગયા છે જેમને આજે દવાખાના માંથી રાજા આપવામાં આવશે.
આ સમય માં બધા ને નમ્ર વિનંતી છે કે ઘર માં રહો અને સુરક્ષિત રહો આયુષ મંત્રાલય દ્વારા પણ એક માહિતી પત્રક જાહેર કરવા માં આવ્યું છે જે ઘરે બેઠા કોરોના નો ઉપચાર કરવા ના પગલાં ઓ જણાવે છે.
Any Travel History ?
ટ્રાવેલ હિસ્ટ્રી છે તો ખરી પણ ક્યાંથી આવ્યા છે તેના ઑફિશિયલ સમાચાર નથી