Sunday, November 22, 2020
Home Corona Virus સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોવિડ ૧૯ નાં ટેસ્ટ કરાવવા મુદ્દે ગુજરાત સરકારનો...

સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોવિડ ૧૯ નાં ટેસ્ટ કરાવવા મુદ્દે ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર

અત્યાર ના તાજા સમાચાર છે કે સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોવિડ ૧૯ નાં ટેસ્ટ કરાવવા મુદ્દે ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર (Covid – 19 tests are now allowed in private as well as government laboratories in Gujarat).

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કળ વળવાનું નામ નથી લઇ રહી. એ સમય માં ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી લેબોરેટરીઓમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈને થયેલી અરજીમાં કોર્ટે સરકારને આદેશ આપ્યા બાદ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.

ગુજરાત સરકારે જણાવ્યું છે કે કોવિડ ૧૯ ટેસ્ટ માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનના આધારે કોઈપણ પ્રાઈવેટ લેબોરેટરીમાં કોરોનાના વાઇરસ નો ટેસ્ટ થઈ શકશે.

corona virus test in lab
( કોરોના વાઇરસ નું પરીક્ષણ )

ફરી એક વાર નોંધ લેશો કે હવે કોરોના વાઇરસ ના ઇન્ફેક્શન ની તાપસ માટે કોઈ સરકારી મંજૂરી ની જરૂર નથી કોઈ પણ સરકારી કે ખાનગી લેબોરેટરીમાં તમે પરીક્ષણ કરાવી શકો છો.

આજે થોડી વાર પહેલા જ કોવિડ-૧૯ ના સરકારી તેમજ ખાનગી લેબ માં ટેસ્ટ કરવા સંદર્ભે ગુજરાત રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે.

ગુજરાત સરકાર ના આ પરિપત્રમાં જાણવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પોઝિટીવ આવે તો જે તે ડોક્ટર અને લેબોરેટરીએ જિલ્લા આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે. તેમજ સાથે સાથે સરકાર માન્ય એપ્લિકેશન પર દર્દી ની તમ્મમ વિગત અપલોડ કરવી પડશે.

દર્દી ની તમામ વિગતો ને અપલોડ કરાવી સરકાર પાસે પૂરતા આંકડાઓ પણ રહેશે કે કોને ક્યાં કોરોના નું ઇન્ફેક્શન લાગી રહ્યું છે.

સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોરોનાં નું પરીક્ષણ કરાવવાની બાબત ને લઇને આજે ગુજરાત સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ખાનગી ડોકટરના પ્રિસ્ક્રીપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ હવેથી થઈ શકશે.

દરેક ટેસ્ટ ની રકમ જેતે દર્દી એ પોતે ભોગવવાની રહેશે એમાં સરકાર ની કોઈ પણ પ્રકાર ની ગ્રાન્ટ કે સહાય હશે નહિ જેની નોંધ લેવી.

ટેસ્ટ કરવા માટે કોઈપણ પ્રકારની પુર્વ મંજુરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબ અને લેબોરેટરીઓએ જીલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ મેલ દ્વારા જાણ કરવાની રહેશે. અથવા તો સરકાર માન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાની રહેશે.

પરિપત્રમાં જણાવાયું છે કે, કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે, અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીને રજા આપવી. જ્યાં સુધી દર્દી નો રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી દર્દી ને ફરજીયાત પાને દવાખાના માં રાખવા માટે આ પરિપત્ર માં જોગવાઈ કરવામાં આવી છે.

ICMR ની ગાઈડ લાઇન સિવાયનાં કિસ્સામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે મેડીકલ સુપ્રિન્ટેન્ડેટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મજૂરી લેવી પડશે. મજૂરી આપનાર અધિકારીએ મજૂરી માટેની અરજી મળ્યાનાં ૨૪ કલાકમાં જ યોગ્ય જણાય તો મજૂરી આપવાની રહેશે.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics